શોધખોળ કરો
Advertisement
ટીમ ઇન્ડિયામાં નંબર-4 માટે ગુજરાતના આ ક્રિકેટરે કર્યો દાવો, બોલ્યો- મોકો મળશે તો હું પોતાને સાબિત કરીને બતાવીશ....
ગુજરાતી બેટ્સમેન ચેતેશ્વર પુજારાનું કહેવું છે કે, જો મને વનડેમાં નંબર 4ની પૉઝિશન માટે રમવા મળશે તો યોગ્ય રમત બતાવી
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલમાં હાર્યા બાદ મોટા ફેરફારો તરફ વળી રહી છે, ખાસ કરીને નંબર 4ની પૉઝિશન માટે યોગ્ય બેટ્સમેન મળતો નથી ત્યારે ગુજરાતના બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ આ પૉઝિશન માટે દાવો કર્યો છે.
ટેસ્ટ બેટ્સમેનનો થપ્પો મેળવી ચૂકેલા વિશ્વાસપાત્ર ગુજરાતી બેટ્સમેન ચેતેશ્વર પુજારાનું કહેવું છે કે, હાલ ટીમ ઇન્ડિયા નંબર ચારની પૉઝિશન માટે લડી રહી છે. જો મને વનડેમાં નંબર 4ની પૉઝિશન માટે રમવા મળશે તો યોગ્ય રમત બતાવીશ. હું પોતાની જાતને સાબિત કરવા માટે યોગ્ય તમામ પ્રયાસ કરીશ.
પુજારાએ કહ્યું કે, મેં ડૉમેસ્ટિક ક્રિકેટમાં છેલ્લા એક વર્ષમાં સતત સારુ પ્રદર્શન કર્યુ છે. હું ટેસ્ટમાં પણ મજબૂતી સાથે પ્રદર્શન કરી રહ્યો છું. જો હું ટેસ્ટમાં સારી રીતે રમી શકુ છુ તો વનડેમાં પણ સારુ પર્ફોર્મ કરી શકુ છુ.
જોકે, ટીમ સિલેક્શન મારા હાથમાં નથી પણ એક સારો બેટ્સમેન હોવાના કારણે મારામાં ત્રણેય ફોર્મેટમાં રમવાની ક્ષમતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement