પોન્ટિંગે મેચમાં પંતની કઇ ભૂલના કારણે મેચ હાર્યા હોવાની કરી કબૂલાત, કઇ રીતે મેચ પલટાઇ હોવાનુ કહ્યુ, જાણો વિગતે
હાર પર કૉચ રિકી પોન્ટિંગે (Coach Ricky Ponting) મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું છે કે પંતે ભૂલ કરી, અશ્વિનને (Ravichandran Ashwin) તેની છેલ્લી ઓવર આપવા જોઇતી હતી, ના આપવાના કારણે મેચમાં રાજસ્થાને વાપસી કરી લીધી
નવી દિલ્હીઃ આઇપીએલની (IPL 2014) 14મી સિઝનમાં ગુરુવારે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સને રાજસ્થાન રૉયલ્સે (Rajasthan Royals) છેલ્લી ઓવરમાં સજ્જડ હાર આપી, ત્રણ વિકેટથી મળેલી હારથી દિલ્હીની ટીમ ચોંકી ગઇ હતી. દિલ્હી કેપિટલ્સને (Delhi Capitals) મળેલી હાર પર કૉચ રિકી પોન્ટિંગે (Coach Ricky Ponting) મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું છે કે પંતે ભૂલ કરી, અશ્વિનને (Ravichandran Ashwin) તેની છેલ્લી ઓવર આપવા જોઇતી હતી, ના આપવાના કારણે મેચમાં રાજસ્થાને વાપસી કરી લીધી.
રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ મેચમાં 7મી, 9મી અને 11મી ઓવર નાંખી હતી, આ ત્રણેય ઓવરોમાં અશ્વિને માત્ર 14 રન આપ્યા હતા, અને એક પણ ચોગ્ગો કે છગ્ગા ન હતો ખાધો. પરંતુ અશ્વિન પાસે તેની છેલ્લી ઓવર નંખાવવાના બદલે ઋષભ પંતે (Rishabh Pant) માર્નસ સ્ટૉઇનિસને (Marcus Stoinis) બૉલિંગ આપી દીધી. પંતનો આ દાવ મોંઘો પડ્યો, સ્ટૉઇનિસની ઓવરમાં રાજસ્થાન રૉયલ્સે 15 રન ફટકારીને મેચમાં વાપસી કરી લીધી હતી.
પોન્ટિંગ માની ભૂલ...
પોન્ટિંગે અશ્વિનને બૉલિંગની જબરદસ્ત પ્રસંશા કરી, રિકી પોન્ટિંગે કહ્યું- અશ્વિને ત્રણ ઓવર નાંખી. તેને ફક્ત 14 રન આપ્યા. રાજસ્થાનના બેટ્સમેનો અશ્વિનને બાઉન્ડ્રી પણ ના ફટકારી શક્યા, અમારાથી ભૂલ થઇ જ્યારે અમે બેસીશુ તો આના પર ચર્ચા કરીશું.
પોન્ટિંગ આગળ કહ્યું- અશ્વિન બહુજ મહેનત કરે છે, દરેક મેચ બાદ અશ્વિન પોતાનામાં સુધારો લાવવાનો પ્રયાસ કરે છે. અશ્વિન પુરી કોશિશ કરે છે કે તે ટીમના પ્લાનમાં ફિટ બેસે. રાજસ્થાન વિરુદ્ધ અશ્વિનની બલિંગ જબરદસ્ત હતી, ભૂલ અમારાથી થઇ.
દિલ્હી વિરુદ્ધ 148 રનોનો પીછો કરતા રાજસ્થાન રૉયલ્સે 47 રન પર જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ છેલ્લી 4.4 ઓવરમાં રાજસ્થાન રૉયલ્સે 7 છગ્ગા ફટકારી દીધા અને બે બૉલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. રાજસ્થાનની આ સિઝનની આ પહેલી જીતી છે.