Amit Panghal wins Gold: અમિત પંઘાલે બોક્સિંગમાં જીત્યો ગોલ્ડ, ફાઇનલમાં ઇંગ્લેન્ડના મેકડોનાલ્ડને હરાવ્યો
ભારતના સર્વશ્રેષ્ઠ બોક્સર અમિત પંઘાલે ફાઇનલમાં ઇંગ્લેન્ડના કિરન મેકડોનાલ્ડને હરાવ્યો હતો. આ જીત સાથે પંઘાલે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો.

Commonwealth Games 2022 : ભારતના સર્વશ્રેષ્ઠ બોક્સર અમિત પંઘાલે ફાઇનલમાં ઇંગ્લેન્ડના કિરન મેકડોનાલ્ડને હરાવ્યો હતો. આ જીત સાથે પંઘાલે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022ના 10મા દિવસની શરૂઆત ભારત માટે ઘણી સારી રહી. ટીમ ઈન્ડિયાએ બોક્સિંગમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની નીતુએ મહિલાઓની ફાઇનલ મેચ જીતીને ગોલ્ડ કબજે કર્યો હતો. જ્યારે મેઈન્સની ફાઇનલમાં અમિત પંઘાલનો વિજય થયો હતો. અમિતે ફ્લાયવેટ કેટેગરીમાં ઈંગ્લેન્ડના મેકડોનાલ્ડને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
🥇GOLD FOR PANGHAL🥇
— SAI Media (@Media_SAI) August 7, 2022
World Class Effort from @Boxerpanghal🥊🤩 as he upgrades from silver in 2018 CWG to GOLD🥇at #CommonwealthGames2022
Proud of you Champ!!#Cheer4India 🇮🇳#India4CWG2022 🤟 pic.twitter.com/iN4LBobyEW
બૉક્સિંગમાં નીતૂએ જીત્યો ગૉલ્ડ
કૉમનવેલ્થ ગેમ્સ 2022નો આજે 10મો દિવસ છે, ભારતીય એથ્લીટોનુ શાનદાર પરફોર્મન્સ ચાલ છે. ભારત માટે વધુ એક ગૉલ્ડ બૉક્સિંગમાં આવ્યો છે. બૉક્સર નીતૂ સિંહે 45 થી 48 કિલોગ્રામ ભાર વજન વર્ગમાં ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. એટલુ જ નહીં ભારત માટે હૉકીમાં પણ મેડલ આવ્યુ છે. ભારતીય મહિલા હૉકી ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને બ્રૉન્ઝ મેડલ પર કબજો જમાવ્યો છે.
Neetu Singh Boxing Match -
ભારતની બૉક્સર નીતૂ સિંહની મેચ 45 થી 48 કિલોગ્રામ વર્ગમા શરૂ થઇ હતી, તેમાં તેનો સામનો ઇંગ્લેન્ડની ડેમી જેડ સામે થયો હતો. આ ફાઇનલ મેચમાં નીતૂએ ગૉલ્ડન પંચ મારીને ભારતને વધુ એક ગૉલ્ડ અપાવ્યો હતો.India vs New Zealand Women’s Hockey -
આ ઉપરાંત ભારતીય દીકરીઓએ વધુ એક મેડલ હૉકીમાં દેશને અપાવ્યુ છે. ભારતીય મહિલા હૉકી ટીમે ન્યૂઝીલેન્ડને જબરદસ્ત મેચમાં હાર આપીને બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કર્યુ.પહેલા 9 દિવસની રમત દરમિયાન 13 ગૉલ્ડ, 11 સિલ્વર અને 16 બ્રૉન્ઝ જીતી ચૂક્યુ છે. કુલ 40 મેડલોની સાથે ભારત મેડલ ટેલીમાં પણ ટૉપ 5માં યથાવત છે. 10માં દિવસની રમતમાં પણ ભારતીય ખેલાડીઓની શાનદાર રમત યતાવત રહી છે, અને ભારતને એકપછી એક મેડલો આવી અપાવી રહ્યાં છે. આ વખતે કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યુ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
