CWG 2022: આજે ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ પડશે કે નહીં ? કેવી છે પીચ ને પ્લેઇંગ ઇલેવન, વાંચો અહીં.........
કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન આજે ફરી એકવાર ક્રિકેટના મેદાન પર આમને સામને ટકરાશે. આ વખતે બન્ને ટીમો ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સની ઇવેન્ટમાં આમને સામને થવાના છે.
Women's Cricket in Commonwealth Games: કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન આજે ફરી એકવાર ક્રિકેટના મેદાન પર આમને સામને ટકરાશે. આ વખતે બન્ને ટીમો ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સની ઇવેન્ટમાં આમને સામને થવાના છે. 28 જુલાઇથી શરૂ થયેલી કૉમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)મા આ વખતે ક્રિકેટને પણ સામેલ કરવામા આવી છે. જોકે આમાં માત્ર મહિલા ક્રિકેટ (Women's Cricket)ને જ એન્ટ્રી મળી છે. ખાસ વાત છે કે અહીં ટી20 ફોર્મેટમાં મેચો રમાશે. આમાં 8 ટીમો ભાગ રહી છે, જેમાં ભારત અને પાકિસ્તાન (India and Pakistan)ની ટીમો પણ સામેલ છે. આ બન્નેને એક જ ગૃપમાં છે અને આજે બન્ને કટ્ટર પ્રતિદ્વંદ્વી ટીમો કરો યા મરો મુકાબલામાં ટકરાશે. જાણો આજની મેચની સંપૂર્ણ ડિટેલ્સ.......
શું કહે છે પીચ રિપોર્ટ -
એઝબેસ્ટૉનની પીચ ટી20 મેચોમાં બેટિંગ અને બૉલિંગ બન્ને માટે અનુકુળ માનવામાં આવે છે. આ પીચ પર બેટ્સમેનોને ખુબ મદદ મળવાની સંભાવના છે, કેમ કે બન્ને ટીમેમાં ફાસ્ટ બૉલરની કમી છે.
કેવુ રહેશે આજનુ હવામાન -
આની સાથે જ રવિવારે બર્મિંઘમમાં મેક્સિમમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મિનીમમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. જોકે, દિવસભર વાદળો છવાયેલા રહેશે.
ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમોનો ફૂલ સ્ક્વૉડ -
ભારતીય મહિલા ટીમ -
હરમનપ્રીત કૌર (કેપ્ટન) સ્મૃતિ મંધાના (ઉપકેપ્ટન), શેફાલી વર્મા, એસ મેઘના, તાનિયા સપના ભાટિયા (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ, જેમિમા રોડ્રિગ્સ, રાધા યાદવ, હરલી દેઓલ, સ્નેહા રાણા.
પાકિસ્તાની મહિલા ટીમ -
બિસ્માહ મરુફ (કેપ્ટન), મુનીબા અલી (વિકેટકીપર), અનમ અમીન, એમાન અનવર, ડાયના બેગ, નિદા ડાર, ગૂલ ફિરોઝા (વિકેટકીપર), તુવા હસન, કાયનાત ઇમ્તિયાઝ, સાદિયા ઇકબાલ, ઇરમ જાવેદ, આયશા નસીમ, આલિયા રિયાઝ, ફાતિમા સના, ઓમૈમા સોહેલ.
આજની મેચ બન્ને ટીમો માટે મહત્વની છે, આની મેચ ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે ? અહીં વાંચો....
1. કૉમનવેલ્થ ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની મેચ ક્યારે ને ક્યાં રમાશે ?
આ મેચ આજે એટલે કે, 31 જુલાઇ 2022એ રમાશે, બપોરે 3.30 વાગે શરૂ થશે, બર્મિંઘમના એડબેસ્ટૉન ગ્રાઉન્ડમાં રમાશે.
2. ભારત -પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમોની મેચ કઇ ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવશે ?
આ મેચ સોની ટેન -1 પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
3. શું મેચનું લાઇવ સ્ટ્રીમિંગ પણ થશે ?
જી હા, મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ Sony LIV એપ પર જોઇ શકાશે.
4. કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમ કયા ગૃપમાં છે ?
ભારતીય ટીમ ગૃપ એમાં છે, આ ગૃપમાં ભારતની સાથે સાથે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને બાર્બાડૉસની ટીમો સામેલ છે.
5. ભારતની મેચો ક્યારે ક્યારે છે ?
ભારતીય ટીમની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે 29 જુલાઇએ હતી, જેમા ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે, હવે બીજી મેચ પાકિસ્તાન સામે 31 જુલાઇ અને ત્રીજી મેચ બાર્બાડોઝ સામે 3 ઓગસ્ટે રમાવવાની છે.
6. ગૃપ સ્ટેજ મેચ બાદ શું થશે ?
ટીમો બે ગૃપમાં વહેંચવામાં આવી છે, બન્ને ગૃપોમાં ટૉપ 2 ટીમો સેમિફાઇનલમાં રમશે. ગૃપ બીમાં શ્રીલંકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો છે. એટલે કે એટલે કે ભારતીય ટીમ ગૃપ એમા ટૉપ 2 પૉઝિશન પર રહે છે, તો આ સેમિફાઇનલ મેચમાં ગૃપ બીની ટૉપ 2 ટીમોમાંથી કોઇ એક સામે ટકરાશે.