CWG 2022: ગોળા ફેંકની ફાઈનલમાં પહોંચી મનપ્રીત કૌર, સ્વિમિંગમાં પણ 2 ખેલાડીઓને મળી મોટી સફળતા
બર્મિંઘમમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે. આજે એથલેટિક્સમાં એક પછી એક ભારતીય ખેલાડીઓ ફાઈનલમાં જગ્યા બનાવી રહ્યા છે.
Manpreet Kaur in Shot Put Final: બર્મિંઘમમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે. આજે એથલેટિક્સમાં એક પછી એક ભારતીય ખેલાડીઓ ફાઈનલમાં જગ્યા બનાવી રહ્યા છે. લાબી કૂદમાં મુરલી શ્રીશંકર અને મોહમ્મદ અનીસ યાહિયાએ ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ત્યાર બાદ હવે ગોળા ફેંકની (Shot Put) રમતમાં મનપ્રીત કૌર (Manpreet Kaur) ફાઈનલમાં પહોંચી ગઈ છે. બીજી તરફ સ્વિમિંગમાં 1500 મીટર ફ્રીસ્ટાઈલ ઈવેન્ટમાં પણ બે ભારતીય એથલીટ ફાઈનલમાં પહોંચ્યા છે.
મનપ્રીતે 16.78 મીટર દૂર ફેંક્યો ગોળોઃ
મનપ્રીત કૌરે પોતાના ત્રીજા પ્રયત્નમાં 16.78 દૂર ગોળો ફેંક્યો હતો. આ પ્રયત્નમાં મનપ્રીતે ગ્રુપ બીમાં ચોથા સ્થાન પર પહોંચી ગઈ હતી. તે ઓવરઓલ છઠ્ઠા ક્રમ પર રહી હતી. જણાવી દઈએ કે, ગોળા ફેંકમાં બે ગ્રુપમાં ખેલાડીઓને રાખવામાં આવ્યા હતા. જેમાં ટોપ-12માં સ્થાન મેળવનાર ખેલાડીઓને ફાઈનલમાં એન્ટ્રી આપવામાં આવી છે.
Manpreet Kaur is ready for her event today at #CommonwealthGames2022 🏋️
— SAI Media (@Media_SAI) August 2, 2022
All the best Champ 👍
Let's #Cheer4India 🇮🇳#IndiaTaiyaarHai 🤟#India4CWG2022 pic.twitter.com/yFtl8FFrW3
સ્વિમિંગમાં પણ મોટી સફળતાઃ
મંગળવારે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને સ્વિમિંગમાં પણ મોટી સફળતા મળી હતી. બે ભારતીય એથ્લેટ પુરુષોની 1500 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગની ફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ થયા. અદ્વૈત પેજ (Advait Page) 15.39.25 મિનિટમાં પોતાની હીટ-1માં ચોથું સ્થાન મેળવ્યું હતું. તે એકંદરે 7મા સ્થાને રહીને ફાઇનલમાં પહોંચ્યો હતો. બીજી તરફ, કુશાગ્ર રાવતે (Kushagra Rawat) 15.47.77 મિનિટનો સમય લીધો અને તેની હીટ-2માં ચોથા સ્થાને રહી અને ઓવરઓલ 8મા સ્થાને રહીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.
આ પણ વાંચોઃ
Har Ghar Tiranga: PM મોદી- અમિત શાહે બદલ્યા Twitter ડીપી, જાણો વિગત