શોધખોળ કરો
Advertisement
Coronavirus: હૉકી સ્ટ્રાઈકર મનદીપ સિંહ બાદ વધુ પાંચ ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત
20 ઓગસ્ટથી શરૂ થતા રાષ્ટ્રીય શિબિર માટે બેંગલુરુ પહોંચતા ગત સપ્તાહે ભારતીય ટીમના 6 ખેલાડીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.
નવી દિલ્હી: હૉકી સ્ટ્રાઈકર મનદીપ સિંહ બાદ હૉકી ટીમના વધુ પાંચ ખેલાડી કોરોના વાયરસની ઝપેટમાં આવતા સાવચેતીના ભાગરુપે બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( SAI)એ બુધવારે આ જાણકારી આપી હતી.
મનદીપસિંહમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા ન હતા, પરંતુ લોહીમાં ઓક્સિજનનું સ્તર ઓછું થતાં સોમવારે રાત્રે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મંગળવારે તેના 5 સાથીઓને પણ આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
20 ઓગસ્ટથી શરૂ થતા રાષ્ટ્રીય શિબિર માટે બેંગલુરુ પહોંચતા ગત સપ્તાહે ભારતીય ટીમના 6 ખેલાડીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ ખેલાડીઓમાં સ્ટ્રાઈકર મનદીપ સિંહ, ડિફેન્ડર સુરેન્દ્ર કુમાર અને જસકરણ સિંહ, ડ્રેગફ્લિકર વરૂણ કુમાર અને ગોલકીપર કૃષ્ણ બહાદુર પાઠક સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement