શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
COVID-19: વિરાટ કોહલી એન્ડ કંપનીની સેલરીમાં થઈ શકે છે ઘટાડો, જાણો શું છે કારણ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝ રદ્દ કરવી પડી હતી, જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગને પણ 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસની અસર ભારતીય ક્રિકેટરોની સેલરી પર પણ પડી શકે છે. ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના અધ્યક્ષ અશોક મલ્હોત્રાના જણાવ્યા મુજબ, કોવિડ-19 મહામારીના કારણે ક્રિકેટર્સની સેલરીમાં ઘટાડો થઈ શકે છે. હાલ વિશ્વના મોટાભાગના દેશો આ મહામારીનો સામનો કરી રહ્યા છે. તમામ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ કેન્સલ કરી દેવામાં આવીછે કે સ્થગિત કરવાની ફરજ પડી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને પણ કોરોના વાયરસના કારણે જંગી નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝ રદ્દ કરવી પડી હતી, જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગને પણ 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવી છે. જોકે વર્તમાન સ્થિતિ જોતા ચાલુ વર્ષે આઈપીએલ રદ્દ કરવી પડી શકે છે.
મલ્હોત્રાએ કહ્યું કે, ખેલાડીએ સેલરીમાં ઘટાડા માટે તૈયાર રહેવું જોઈએ. કારણકે બીસીસીઆઈ હાલ ક્યાંયથી કોઈ કમાણી કરી રહ્યું નથી. આ રીતે ક્રિકેટરોની સેલરીમાં ઘટાડા દ્વારા બીસીસીઆઈને મદદ કરી શકાય તેમ છે.
તેમણે કહ્યું, બીસીસીઆઈ ક્રિકેટરોની પેરેન્ટ બોડી છે. આ એક કંપની છે, જો એક કંપનીને ખોટ જાય તો તેની અસર છેક નીચે સુધી જોવા મળે છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં તેમણો કહ્યું, યૂરોપની વાત કરીએ તો લગભગ તમામ ફૂટબોલર્સની સેલરીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. જેની જાહેરાત એસોસિએશને જ કરી છે.
અશોક મલ્હોત્રાએ એમ પણ જણાવ્યું, મને ખબર છે કે ક્રિકેટરોની સેલરીમાં ઘટાડો કરવો ઠીક નથી પરંતુ જો પેરેન્ટ બોડી પહેલા જેવી કમાણી નથી કરી રહી તો ક્રિકેટરોની સેલરીમાં ઘટાડો કરી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
રાજકોટ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion