શોધખોળ કરો
આ કેપ્ટને અણનમ સેન્ચુરી ફટકારીને ભારતને અપાવ્યો હતો વર્લ્ડ કપ, આજે ‘ખોવાઈ’ ગયો છે....
1/3

નવી દિલ્હીઃ 26 ઓગસ્ટ 2012ના ભારતે અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ એ જ દિવસે છે જ્યારે એક ચમત્કારિક બેટ્સમેન અને એક શાનદાર કેપ્ટનને મેદાન પર ઉતરતા જોયો હતો. આ કેપ્ટને વર્લ્ડ કપ ફાઈનલમાં અણનમ સેન્ચુરી ફટકારીને ભારતને વર્લ્ડ કપ અપાવ્યો હતો. વાત થઈ રહી છે ઉનમુક્ત ચંદની જેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા આછી બરાબર 6 વર્ષ પહેલા અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.
2/3

છ વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી ફાઈનલ મેચમાં કેપ્ટન ઉનમુક્ત ચંદે અણનમ 111 રન ફટકાર્યા હતા. આ ફાઈનલ ભારેત 6 વિકેટે જીતી લીધી હતી. ઉનમુક્ત ચંદે પોતાની શાનદાર ઈનિંગમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. જોકે, ટીમ ઈન્ડીયાને વર્લ્ડ કપ જીતાડનાર આ કેપ્ટનઆજે ખોવાઈ ગયો છે. ઉનમુક્ત ચંદ કોઈ મોટી ટુર્નામેન્ટ કે કોઈ પણ ટીમમાં રમતો જોવા નથી મળી રહ્યો.
Published at : 26 Aug 2018 12:20 PM (IST)
View More





















