શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
World Cup: બાંગ્લાદેશની જીત સાથે આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
5 હજાર કે તેથી વધારે રન અને 250 કે તેથી વધારે વિકેટો લેવાના મામલે શ્રીલંકાનો પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યા પહેલા નંબરે છે.
નવી દિલ્હીઃ અંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં રમાઈ રહેલ ક્રિકેટ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે પોતાના પ્રથમ મેચમાં સાઉથ આફ્રીકાને હાર આપી હતી. આ મેચમાં બાંગ્લાદેશે માત્ર પોતાનો સર્વોચ્ચ સ્કોર 330 રન જ ન બનાવ્યો પરંતુ ટીમના સ્ટાર ખેલાડી અને પોતાનો ચોથો વર્લ્ડકપ રમી રહેલ શાકિબ અલ હસને વનડે ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. તેણે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 5,000 રન અને 250 વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
5 હજાર કે તેથી વધારે રન અને 250 કે તેથી વધારે વિકેટો લેવાના મામલે શ્રીલંકાનો પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યા પહેલા નંબરે છે. સનથ જયસૂર્યાએ વન ડે ક્રિકેટમાં 13430 રન બનાવવાની સાથે સાથે 323 વિકેટ ઝડપી છે. તો બીજા નંબરે દક્ષિણ આફ્રિકાનો જેક્સ કાલિસ છે, જેણે 11579 રનની સાથે સાથે 273 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત ત્રીજા અને ચોથા નંબરે ક્રમશ: શાહિદ આફ્રિદ અને અબ્દુલ રઝાક આવે છે. જોકે શાકિબ સૌથી ઝડપી 5000 અને 250 વિકેટ લેનારો ખેલાડી બની ગયો છે.
ઓલરાઉન્ડર્સની યાદીઃ અબ્દુલ રઝાક- 269 વિકેટ- 5080 રન, સનથ જયસૂર્યા- 323 વિકેટ- 13430 રન, જેક્સ કાલિસ- 273 વિકેટ- 11579 રન, શાહિદ આફ્રિદી- 395 વિકેટ - 8064 રન, શાકિબ અલ હસન- 250 विेट- 5792 રન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion