(Source: ECI/ABP News/ABP Majha)
World Cup 2023: ભારત પાકિસ્તાનની મેચ વચ્ચે ઇમર્જન્સીના 150 કોલ મળ્યા, લોકો બન્યા ડીહાઇડ્રેશનના શિકાર
World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. ભારતના બોલરોએ શાનદાર બોલિંગ કરતા પાકિસ્તાનની ટીમ 191 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ છે.
World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. ભારતના બોલરોએ શાનદાર બોલિંગ કરતા પાકિસ્તાનની ટીમ 191 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ છે. આ હાઈવોલ્ટેઝ મેચ જોવા 1 લાખથી વધુ લોકો મેદાનમાં હાજર છે. જો કે,આ દરમિયાન કેટલાકની તબિયત પણ લથડી હતી. ગરમીના કારણે ઘણા લોકોને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ પડી હતી. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇમર્જન્સીના 150 જેટલા કેસ નોંધાયા છે.
🇮🇳 #CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/6wDK7w5pPi
— BCCI (@BCCI) October 14, 2023
મહત્તમ કિસ્સા ડીહાઇડ્રેશન અને ચક્કર આવવાના છે. 5 જેટલા કિસ્સા સ્ટેડિયમમાં પડી જવાથી ઈજા થવાના નોંધાયા છે. 108 દ્વારા અને સ્ટેડિયમમાં ઊભી કરાયેલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને સારવાર અપાઈ છે. સ્ટેડીયમમાં મેડિકલ સુવિધાની પહેલાથી જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. સ્ટેડિયમ ખાતે સુરક્ષાને માટે ગોઠવેયેલ સીસીટીવી કેમેરાનું અને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગોઠવાયેલ 2000 થી વધુ સીસીટીવી કેમેરાનું મોનીટરીંગ કરાઈ રહ્યું છે. કમિશનર પોલીસ કચેરી ખાતે આવેલ કંટ્રોલ સેન્ટર ખાતેથી મોનીટરીંગ કરાઈ રહ્યું છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ 191 રનના સ્કોર પર વર્લ્ડકપ 2023માં ભારત સામેની મેચમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. અમદાવાદમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે અડધી સદી ફટકારી હતી. મોહમ્મદ રિઝવાને 49 રનની ઇનિંગ રમી હતી.
પાકિસ્તાનની ટીમ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શકી નહી
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 42.5 ઓવરમાં 191 રન બનાવ્યા હતા. ટીમને પ્રથમ ઝટકો 41 રનના સ્કોર પર લાગ્યો હતો. શફીક 20 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઈમામ ઉલ હક 36 રન બનાવીને આઉટ થયો હતો. ઈમામ અને શફીકના આઉટ થયા બાદ કેપ્ટન બાબર આઝમ અને રિઝવાને ઈનિંગ સંભાળી હતી. જોકે બંનેએ ટીમને સારા સ્કોર સુધી પહોંચાડી શક્યા નહી. બાબરે 58 બોલમાં 50 રન બનાવ્યા હતા. રિઝવાને 49 રન બનાવ્યા હતા. રિઝવાને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.
પાકિસ્તાનના બેટ્સમેનો ભારતીય બોલરો સામે ઘૂંટણીયે
બાબર અને રિઝવાનના આઉટ થયા બાદ ટીમ પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. ઈફ્તિખાર અહેમદ 4 રન બનાવીને આઉટ થયો હતો. શાદાબ ખાન 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મોહમ્મદ રિઝવાન 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હસન અલી 12 રન બનાવીને આઉટ થયો હતો, શાહીન આફ્રિદી 2 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ રીતે આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ.
ભારતની પ્લેઇંગ ઇલેવન
શુભમન ગીલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ
પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન
અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ.