IND vs SL: જાણો ભારત-શ્રીલંકાનો પુણેના મેદાન પર કેવો છે રેકોર્ડ, બન્ને વચ્ચેના 10 રોચક આંકડાઓ
આજે ગુરુવાર સાંજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની સીરીઝની બીજી ટી20 મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાશે.
India vs Sri Lanka Pune T20 Records: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી ટી20 મેચ પુણેના મેદાનમાં રમાશે. આજની મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે, પરંતુ આ પહેલા અમે તમને અહીં પુણે મેદાનમાં ભારત અને શ્રીલંકા વચ્ચેના 10 રસપ્રદ આંકડા બતાવી રહ્યાં છીએ, જે ટી20 મેચમાં બનેલા છે.
આજે ગુરુવાર સાંજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની સીરીઝની બીજી ટી20 મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાશે. આ સીરીઝમાં પ્રથમ મેચ જીતીને ટીમ ઇન્ડિયા સીરીઝમાં 1-0થી આગળ છે, અને આજે શ્રીલંકા માટે કરો યા મરોનો જંગ છે, જો આજની મેચ ભારત જીતશે તો સીરીઝ પર કબજો જમાવી લેશે, અને આજે શ્રીલંકાની ટીમ ટી20 જીતીને સીરીઝ જીવંત રાખવા પ્રયાસ કરશે. જાણો અહીં........
પુણેમાં ભારત અને શ્રીલંકા ટી20ના રોચક આંકડા -
- ભારતના પ્રથમ ઇનિંગમાં સર્વોચ્ચ સ્કૉર - 201/6
- શ્રીલંકાની ઇનિંગમાં સર્વોચ્ચ સ્કૉર- શ્રીલંકા 123 રન
- ભારત તરફથી હાઇએસ્ટ સ્કૉર- કેએલ રાહુલ 54 રન
- શ્રીલંકા તરફથી હાઇએસ્ટ સ્કૉર- ધનંજય ડિસિલ્વા 57 રન
- ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેને - શિખર ધવન 61 રન
- શ્રીલંકા તરફથી સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન- ધનંજય ડિસિલ્વા 57 રન
- ભારત તરફથી બેસ્ટ બૉલિંગ- યુવરાજ સિંહ 3 વિકેટ
- શ્રીલંકા તરફથી બેસ્ટ બૉલિંગ- દાસુન શનાકા 3 વિકેટ
- ભારત તરફથી સૌથી મોટી ભાગીદારી - શિખર ધવન/કેએલ રાહુલ 97 રન
- શ્રીલંકા તરફથી સૌથી મોટી ભાગીદારી- એન્જેલો મેથ્યૂજ/ ધનંજય ડિસિલ્વા 68 રન
ભારત-શ્રીલંકા 2જી T20 મેચ ક્યારે રમાશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે 2જી T20 મેચ ક્યાં રમાશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20 મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી મેચ ભારતીય સમય અનુસાર કયા સમયે શરૂ થશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી બીજી મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા 6.30 વાગ્યે ટોસ થશે.
કઈ ચેનલ પર ભારત-શ્રીલંકા બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ઘણી ચેનલો પર જોઈ શકાશે. આ સિવાય મેચનું ડીડી સ્પોર્ટ્સ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. જે યુઝર્સ પાસે Hotstar સબસ્ક્રિપ્શન છે તેઓ ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા મેચનો આનંદ માણી શકે છે.