Legends League Cricketમાં જોવા મળશે વધુ 4 ભારતીય ખેલાડીઓ, આ ગુજરાતી પ્લેયરની પણ થઈ એન્ટ્રી
લિજેન્ડ્સ લીગ ક્રિકેટની બીજી સિઝનમાં વધુ ચાર ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ રમતા જોવા મળશે. જે ખેલાડીઓ રમવાના છે. આ ચાર ભારતીય ખેલાડીઓની સાથે ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર મિચેલ જોન્સન પણ આ વખતે લીગમાં ભાગ લેશે.

Legends League Cricket, Season-2: લિજેન્ડ્સ લીગ ક્રિકેટની બીજી સિઝનમાં વધુ ચાર ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ રમતા જોવા મળશે. જે ખેલાડીઓ રમવાના છે તેના વિકેટ કીપર બેટ્સમેન પાર્થિવ પટેલ, સ્પિનર પ્રજ્ઞાન ઓઝા, રતિન્દર સોઢી અને અશોક ડિંડાનો સમાવેશ થાય છે. આ ચાર ભારતીય ખેલાડીઓની સાથે ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ઝડપી બોલર મિચેલ જોન્સન પણ આ વખતે લીગમાં ભાગ લેશે.
આ લીગ ભૂતપૂર્વ ક્રિકેટરોની લીગ છે
લિજેન્ડ્સ ક્રિકેટ લીગ આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થઈ હતી. આ લીગ ભૂતપૂર્વ ક્રિકેટરોની લીગ છે, જેમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓ ભાગ લે છે. પ્રથમ સિઝનમાં ત્રણ ટીમોએ તેમાં ભાગ લીધો હતો. એક ટીમમાં ભારતના ભૂતપૂર્વ ખેલાડીઓ હતા અને બીજી ટીમમાં પાકિસ્તાન, શ્રીલંકાના ખેલાડીઓ સામેલ હતા. ત્રીજી ટીમમાં ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સહિત બાકીના વિશ્વના ભૂતપૂર્વ ક્રિકેટરોનો સામેલ હતા.
બીજી સીઝન સપ્ટેમ્બર 2022માં શરૂ થશે
લિજેન્ડ્સ લીગ ક્રિકેટની બીજી સીઝન સપ્ટેમ્બર 2022માં શરૂ થશે. આ વખતે ચાર ટીમો ભાગ લેશે અને 100થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. હાલમાં જ હરભજન સિંહ અને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગન આ લીગમાં જોડાવા માટે સંમત થયા છે. વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર લેન્ડલ સિમન્સ અને દિનેશ રામદિન પણ આ સિઝનના પ્લેયર્સ ડ્રાફ્ટમાં જોવા મળ્યા છે. આ સિવાય ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી જેવા ખેલાડીઓ પણ આમાં સામેલ થશે. આ ખેલાડીઓ પ્રથમ સિઝનમાં પણ રમતા જોવા મળ્યા હતા. શ્રીલંકાના ધાકડ સ્પિનર મુથૈયા મુરલીધરન પણ આ લીગનો ભાગ હશે.
આ પણ વાંચો.....
Urfi Javed Video: ઉર્ફી જાવેદે ફરી પોતાના આકર્ષક લૂકમાં મચાવ્યો હંગામો, જુઓ વીડિયો
Relationship: ભાઇ રાજીવ સેને સુષ્મિત સેન અને લલિત મોદીના ડેટિંગ પર કહી આ ચોંકાવનારી વાત, જાણો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
