શોધખોળ કરો

Team India: રોહિત શર્મા બાદ કોણ કરશે ઓપનિંગ ? આ 5 બેટ્સમેન છે દાવેદાર 

ICC ટૂર્નામેન્ટમાં ભારતનો ખિતાબનો દુકાળ છેલ્લા 11 વર્ષથી ચાલી રહ્યો હતો. આખરે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે.

Team India Rohit Sharma Replacement:  ICC ટૂર્નામેન્ટમાં ભારતનો ખિતાબનો દુકાળ છેલ્લા 11 વર્ષથી ચાલી રહ્યો હતો. આખરે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. એક તરફ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ, પરંતુ થોડા સમય પછી રોહિત શર્માએ પણ ઈન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. જો કે રોહિતે સારી યાદો સાથે T20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે, પરંતુ હવે એક મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે તેની ગેરહાજરીમાં ભારતના ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા કોણ ભજવશે ? રોહિતે ઓપનર તરીકે ભારત માટે 124 મેચોમાં 3,750 રન બનાવ્યા છે, તેથી તેની જગ્યા લેવી કોઈ પણ ખેલાડી માટે આસાન કામ નહીં હોય.

1. યશસ્વી જયસ્વાલ 

યશસ્વી જયસ્વાલને T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. માત્ર એક વર્ષમાં તેણે ભારત માટે 17 T20 મેચમાં 502 રન બનાવીને પોતાની છાપ છોડી દીધી છે. તેણે એક સદી અને 4 અર્ધસદી પણ ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 162ની આસપાસ છે. જયસ્વાલે ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકામાં રમીને સારો દેખાવ કર્યો છે. તે રોહિત શર્માની જેમ ઝડપી રન બનાવવામાં સક્ષમ છે.

2. શુભમન ગિલ 

2019માં ભારત માટે ડેબ્યૂ કર્યા બાદ શુભમન ગિલ વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. 2023 ODI ક્રિકેટ વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા તેણે 9 મેચમાં 354 રન બનાવ્યા હતા. ટીમ મેનેજમેન્ટના ગિલ પરના વિશ્વાસનું પરિણામ છે કે તેને ઝિમ્બાબ્વે પ્રવાસમાં 5 T20 મેચોની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આ 5 મેચમાં પોતાના પ્રદર્શનના આધારે તે ટીમ ઈન્ડિયામાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.

3. અભિષેક શર્મા 

અભિષેક શર્મા હંમેશા ઝડપી ઈનિંગ્સ રમ્યો છે. પરંતુ તેણે IPL 2024માં તેના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારો પર ઊંડી છાપ છોડી છે. અભિષેકે આ સિઝનમાં 16 મેચમાં 204ના સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા છે. અભિષેકની બેટિંગ સ્ટાઈલ ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સ્થિતિમાં પણ ઝડપી શરૂઆત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

4. કેએલ રાહુલ 

KL રાહુલે ભારત માટે તેની છેલ્લી T20 મેચ T20 વર્લ્ડ કપ 2022 ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. જો કે તે પછી પસંદગીકારોએ તેને ટૂંકા ફોર્મેટમાં તક આપી નથી, પરંતુ અનુભવના આધારે તેને રોહિત શર્માની જગ્યા આપવામાં આવી શકે છે. રાહુલે ભારત માટે 54 ટી20 મેચમાં ઓપનિંગ કરતા 1,826 રન બનાવ્યા છે. રાહુલના આવવાથી ટીમ ઈન્ડિયાને રોહિત જેવો અનુભવી બેટ્સમેન ટોપ ઓર્ડરમાં મળી શકે છે.

5. ઋતુરાજ ગાયકવાડ 

જો કે રુતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં વધુ તક મળી નથી, પરંતુ આઈપીએલની છેલ્લી બે સીઝનમાં તેણે CSK માટે 500થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ પણ કરી છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 19 T20 મેચોમાં 500 રન બનાવીને બતાવ્યું છે કે તે એક વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
Embed widget