શોધખોળ કરો

Ranji Trophy 2022: 41 વખતનું ચેમ્પિયન મુંબઈ મધ્યપ્રદેશ સામે હારી ગયું, મુંબઈની હારના 5 મોટા કારણો

રણજી ટ્રોફી 2022ની ફાઈનલમાં મધ્યપ્રદેશે મુંબઈને 6 વિકેટથી હરાવીને ઈતિહાસ રચી દીધો છે.

Ranji Trophy 2021-22: રણજી ટ્રોફી 2022ની ફાઈનલમાં મધ્યપ્રદેશે મુંબઈને 6 વિકેટથી હરાવીને ઈતિહાસ રચી દીધો છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં જીત સાથે મધ્યપ્રદેશે પહેલી વખત રણજી ટ્રોફીનું ટાઈટલ પોતાના નામે કર્યું છે. આ પહેલાં મધ્યપ્રદેશે ક્યારેય રણજીની ફાઈનલ મેચ જીતી નથી. ટીમ વર્ષ 1999માં ચંદ્રકાંત પંડિતની કેપ્ટનશીપમાં ફાઈનલ સુધી પહોંચી હતી. ત્યારે મધ્યપ્રદેશ કર્ણાટક સામે 96 રનથી હારી ગયું હતું. આવો જાણીએ 41 વખત ચેમ્પિયન રહેલી મુંબઈની હારના કારણો.

1- યશસ્વી જયસ્વાલની ઈજાઃ
મુંબઈની બીજી ઈનિંગમાં ઓપનર યશસ્વી જયસ્વાલ બેટિંગ કરવા આવ્યો નહોતો. આવી સ્થિતિમાં જયસ્વાલના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર સવાલો ઉઠવા લાગ્યા છે. યશસ્વી જયસ્વાલ પગની ઘૂંટીની ઈજાને કારણે ફિલ્ડિંગ અને બેટિંગ કરવા માટે મેદાન પર નહોતો આવી શક્યો.

2- ઓપનિંગ જોડીમાં બદલાવઃ
યશસ્વી જયસ્વાલની ઈજાને કારણે મુંબઈએ પોતાની ઓપનિંગ જોડીમાં ફેરફાર કરવો પડ્યો હતો. પૃથ્વી શૉએ વિકેટ કીપર બેટ્સમેન હાર્દિક તોમર સાથે ઇનિંગની શરૂઆત કરી હતી.

3- પ્રથમ દાવમાં મોટો સ્કોર ના કર્યોઃ
ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતી મુંબઈ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી હતી. મુંબઈએ 10 વિકેટ ગુમાવીને 374 રન બનાવ્યા હતા. જવાબમાં મધ્યપ્રદેશે પ્રથમ દાવમાં 536 રન બનાવ્યા હતા.

4- મુંબઈ બીજી ઈનિંગમાં જલ્દી સમેટાઈ ગઈઃ
પ્રથમ દાવમાં મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહેતા મુંબઈની બીજી ઈનિંગમાં સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. બીજા દાવમાં 41 વખતની ચેમ્પિયન ટીમ 10 વિકેટના નુકસાન પર માત્ર 269 રન જ બનાવી શકી હતી. સુવેદ પારકર સિવાય કોઈપણ બેટ્સમેન 50 પ્લસનો સ્કોર પણ બનાવી શક્યો નહોતો.

5- મધ્યપ્રદેશના બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શનઃ
સમગ્ર ટુર્નામેન્ટમાં મધ્યપ્રદેશનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ટીમ ટુર્નામેન્ટની એક પણ મેચ હારી નથી અને ફાઈનલ સુધી તેની આ સફર ચાલુ રહી હતી. મધ્યપ્રદેશે પ્રથમ દાવમાં બેટ્સમેનોના દમ પર 536 રન બનાવ્યા હતા. બીજા દાવમાં ટીમે 4 વિકેટ ગુમાવીને 108 રનનો આસાન ટાર્ગેટ આપીને ઈતિહાસ રચ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ અડ્ડા કોનું પાપ?Mahakumbh 2025 : મહાકુંભમાં ગયેલા ઉનાના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલPatan Gambling Raid : પાટણમાંથી ઝડપાયું જુગારધામ , ભાજપનો નેતા જ રમાડતો હતો જુગારNitin Patel : અનામત આંદોલન કેમ થયું? નીતિન પટેલના નિવેદનથી છેડાયો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
Gujarat: ફેબ્રુઆરી મહિનામાં પણ પડશે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કરાઈ વરસાદની આગાહી 
Gujarat: ફેબ્રુઆરી મહિનામાં પણ પડશે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કરાઈ વરસાદની આગાહી 
Embed widget