શોધખોળ કરો
Advertisement
આકાશ ચોપડાની આઇપીએલ ટીમમાં ધોની બન્યો કેપ્ટન, જાણો કયા અગિયાર ખેલાડીઓને મળ્યુ સ્થાન
ધોનીને આઇપીએલના સૌથી સક્સેસ કેપ્ટનોમાં ગણવામાં આવે છે. તેની કેપ્ટનશીપમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ત્રણ વાર આઇપીએલ ટ્રૉફી જીતી છે. આકાશ ચોપડાએ પોતાની યુટ્યૂબ ચેનલ આકાશવાણી પર પોતનાની આઇપીએલ ટીમની જાહેરાત કરી, અને રોહિત શર્મા તથા ડેવિડ વોર્નરને ઓપનર તરીકે પસંદ કર્યા હતા
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે છેલ્લા ચાર મહિનાથી ક્રિકેટને લગતી ગતિવિધિઓ અટકી ગઇ છે. દેશ અને દેશની બહાર ક્યાંય ક્રિકેટ રમાઇ રહી નથી. આ મહામારીના કારણે દેશની પૉપ્યુલર લીગ આઇપીએલ પણ સ્થગિત થઇ ચૂકી છે, આઇપીએલની 13 સિઝન રમાય તે પહેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર આકાશ ચોપડાએ આઇપીએલની પોતાની ઓલટાઇમ હીટ આઇપીએલ ટીમની પસંદગી કરી છે. આ આઇપીએલ-11માં મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ધોનીને આઇપીએલના સૌથી સક્સેસ કેપ્ટનોમાં ગણવામાં આવે છે. તેની કેપ્ટનશીપમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ત્રણ વાર આઇપીએલ ટ્રૉફી જીતી છે. આકાશ ચોપડાએ પોતાની યુટ્યૂબ ચેનલ આકાશવાણી પર પોતનાની આઇપીએલ ટીમની જાહેરાત કરી, અને રોહિત શર્મા તથા ડેવિડ વોર્નરને ઓપનર તરીકે પસંદ કર્યા હતા.
આકાશ ચોપડાએ નંબર 3 પર વિરાટ કોહલી, અને મીડલ ઓર્ડરમાં સુરેશ રૈના, અબ્રાહ્રમ ડિવિલિયર્સ અને ધોનીને રાખ્યા છે. વળી હરભજન સિંહ અને સુનિલ નરેન તરીકે બે સ્પિનરોને ટીમમાં સમાવ્યા છે. એટલુ જ નહીં ભુવનેશ્વર કુમાર, લસિથ મલિંગા અને જસપ્રીત બુમરાહના ખભે ફાસ્ટ બૉલિંગની જવાબદારી સોંપી છે. ઉપરાંત ગૌતમ ગંભીર અને આંદ્રે રસેલને એક્સ્ટ્રા ખેલાડીઓ તરીકે સ્થાન આપ્યુ છે.
આકાશ ચોપડાની ઓલટાઇમ આઇપીએલ-11 ટીમ.......
મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ડેવિડ વોર્નર, રોહિત શર્મા, વિરાટ કોહલી, સુરેશ રૈના, એબી ડિવિલિયર્સ, હરભજન સિંહ, સુનિલ નરેન, ભુવનેશ્વર કુમાર, લસિથ મલિંગા, જસપ્રીત બુમરાહ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion