શોધખોળ કરો
Advertisement
ડિવિલિયર્સની વાપસી પાક્કી, ટીમમાં જોડાવવા માટે કૉચે આપી દીધી આ છેલ્લી તારીખ, જાણો વિગતે
માની શકાય કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં ડિવિલિયર્સ આફ્રિકન ટીમમાં વાપસી કરી શકે છે
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના ધૂરંધર બેટ્સમેન એબી ડિવિલિયર્સ હવે ટુંક સમયમાં આફ્રિકન ટીમ સાથે જોડાઇ જશે. આ માટેના સ્પષ્ટ સંકેત કૉચ બાઉચર તરફથી મળી ગયા છે. આફ્રિકન ટીમના કૉચ માર્ક બાઉચરે એબી ડિવિલિયર્સને ટીમ સાથે જોડાવવા માટે ડેડલાઇન આપી દીધી છે, અને સામે ડિવિલિયર્સે પણ તૈયારી દર્શાવી દીધી છે.
ડિવિલિયર્સના ઇન્ટરનેશનલ ડેબ્યૂને લઇને કૉચે બાઉચરે કહ્યું કે, મે આ વર્ષે શ્રીલંકા સામેની સીરીઝ માટે ટીમના તમામ ખેલાડીઓને ડેડલાઇન આપી દીધી છે, સાથે સાથે મે ડિવિલિયર્સને પણ 1 જૂન સુધી ટીમમાં જોડાવવા માટે ડેડલાઇન આપી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 36 વર્ષીય ડિવિલિયર્સની ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝ માટે પસંદગી કરવામા નથી આવ્યો, પણ હવે ઇમરાન તાહિર અને ક્રિસ મૉરિસની સાથે સાથે તેને ટીમ માટે અવેલબેલ થવા ડેડલાઇન આપવામાં આવી છે. કેમકે માર્ક બાઉચર ટી20 વર્લ્ડકપ માટે યોગ્ય ટીમની તપાસ કરી રહ્યાં છે.
આના પરથી માની શકાય કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં ડિવિલિયર્સ આફ્રિકન ટીમમાં વાપસી કરી શકે છે.
36 વર્ષીય ડિવિલિયર્સે 23 મે 2018ના દિવસે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃ્તિ જાહેર કરી દીધી હતી. બાદમાં 2019 વર્લ્ડકપ માટે પણ વાપસીની વાત સામે આવી હતી, જોકે બાદમાં તેને ફગાવી દેવામાં આવી હતી. હવે ફરી એકવાર ક્રિકેટના મેદાન પર ડિવિલિયર્સ રમતો દેખાશે તે નક્કી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
શિક્ષણ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion