શોધખોળ કરો

AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર

Afghanistan vs Bangladesh T20 World Cup: આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ 2024માં સુપર 8 તબક્કાની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો

Afghanistan vs Bangladesh T20 World Cup: આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ 2024માં સુપર 8 તબક્કાની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને 8 રને હરાવીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 27મીએ અફઘાનિસ્તાન ત્રિનિદાદમાં સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

બાંગ્લાદેશને આ મેચ જીતવા માટે 114 (DLS)નો ટાર્ગેટ હતો, પરંતુ નવીન ઉલ હકે સતત 2 વિકેટ લઈને મેચ અફઘાન ટીમની તરફેણમાં ફેરવી દીધી હતી. આ જ મેચમાં કેપ્ટન રાશિદ ખાને 4 વિકેટ લઈને બાંગ્લાદેશની કમર તોડી નાખી હતી.

છેલ્લી 2 ઓવરમાં બાંગ્લાદેશને જીતવા માટે 12 રનની જરૂર હતી, 8 વિકેટ પડી ગઈ હતી. બાંગ્લાદેશનો સ્કોર 102/8 હતો. નવીન ઉલ હક 18મી ઓવર નાખવા આવ્યો હતો. આ ઓવરમાં તસ્કીન અહેમદ નવીનને ક્લીન બોલ્ડ થયો હતો.

બાંગ્લાદેશની ટીમ થઇ બહાર 
સેમીફાઈનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને 12.1 ઓવરમાં 116 રનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો હતો. આવી સ્થિતિમાં તેમના માટે આશાઓ જતી રહી છે. તે જ સમયે, અફઘાનિસ્તાન માટે આ મેચ જીતવા માટે તે પૂરતું હતું.

લક્ષ્યનો પીછો કરતી વખતે બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તેણે બીજી ઓવરમાં જ ફઝલહક ફારૂકીના બોલ પર તનજીદ હસનની વિકેટ ગુમાવી દીધી, જે ખાતું પણ ખોલી શક્યો ન હતો. ત્યારબાદ નવીન ઉલ હકે સતત બોલ પર નઝમુલ હુસૈન શાંતો (5) અને અનુભવી ખેલાડી શાકિબ અલ હસન (0)ને આઉટ કર્યા હતા. આ પછી રાશિદ ખાને મેચની પહેલી જ ઓવરમાં સૌમ્યા સરકાર (10)ને આઉટ કર્યો, જે આઉટ થનાર બાંગ્લાદેશનો ચોથો બેટ્સમેન હતો, જેને રાશિદ ખાને પોતાના જ બોલ પર ક્લીન બોલ્ડ કર્યો હતો. આ પછી, રાશિદ ખાને તેની આગામી ઓવરમાં તૌહીદ હૃદયોય (14)ને ઈબ્રાહિમ ઝદરાનના હાથે કેચ આઉટ કરાવ્યો. આ પછી, રાશિદ ખાનનો જાદુ ફરી એકવાર કામ કરી ગયો, જ્યારે તેણે 80ના સ્કોર પર મહમુદુલ્લાહ (6) અને રાશિદ ખાન (0)ને સતત આઉટ કરીને મેચમાં પોતાની ચાર વિકેટ પૂરી કરી. આ પછી ગુલબદ્દીન નાયબ આવ્યો, તેણે તનઝીમ હસન (3)ને મોહમ્મદ નબીના હાથે કેચ આઉટ કરાવીને બાંગ્લાદેશી ટીમને આઠમો ઝટકો આપ્યો.

અફઘાનિસ્તાને બનાવ્યા હતા 115 રન 
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને પાંચ વિકેટે 115 રન બનાવ્યા હતા. અફઘાન ટીમની શરૂઆત ઘણી ધીમી રહી હતી. ઈબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લા ગુરબાઝે 10.4 ઓવરમાં 54 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન ગુરબાઝ અને ઝદરાન પાવરપ્લેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. લેગ સ્પિનર ​​રિશાદ હુસૈને ઝદરાનને આઉટ કરીને આ ભાગીદારીનો અંત કર્યો હતો. શરૂઆતની ભાગીદારી તૂટ્યા બાદ અફઘાનિસ્તાને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. અઝમતુલ્લા ઉમરઝાઈ (10), ગુલબદ્દીન નાયબ (4) અને મોહમ્મદ નબી (1)એ બેટિંગમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Embed widget