(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2022માં અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ ટીમનું નામ જાહેર કર્યું, જાણો શું નામ રાખાવામાં આવ્યું ?
IPL 2022માં અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમનું નામ જાહેર કર્યું છે. IPL 2022માં અમદાવાદની ટીમ 'અમદાવાદ ટાઈટન્સ' તરીકે ઓળખાશે. અમદાવાદે પોતાની ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરી છે.
IPL 2022માં અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમનું નામ જાહેર કર્યું છે. IPL 2022માં અમદાવાદની ટીમ 'અમદાવાદ ટાઈટન્સ' તરીકે ઓળખાશે. અમદાવાદે પોતાની ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરી છે. શુભમન ગિલ અને રાશિદ ખાન પણ ટીમના ખેલાડી છે. આશીષ નહેરા અને ગેરી કસ્ટર્નને કોચિંગ સ્ટાફમાં સામેલ કરાયા છે. IPL 2022ની હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થવા જઈ રહી છે. આ વખતે IPLના ઈતિહાસની સૌથી મોટી હરાજી થવા જઈ રહી છે. જેમાં 10 ટીમ ભાગ લઈ રહી છે. BCCIએ કુલ 590 ખેલાડીને શોર્ટલિસ્ટ કર્યા છે, જેના પર બેંગલુરુમાં 2 દિવસ સુધી ચાલનારી હરાજી પ્રક્રિયામાં બોલી લગાવવામાં આવશે. આ વખતે લખનઉ અને અમદાવાદ એમ બે નવી ટીમને IPLમાં સામેલ કરવામાં આવી છે.
IPLની 15મી સિઝન માટે મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરી 2022ના રોજ બેંગલુરુમાં યોજાવાની છે, જેમાં દસ ટીમોના માલિકો અને પ્રતિનિધિઓ ભાગ લેશે.
2 કરોડની કેટેગરીમાં કેટલા ક્રિકેટર ?
IPL 2022ની મેગા ઓક્શનમાં જે 590 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે.જેમાં કુલ 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ હશે. રૂ. 2 કરોડ સૌથી વધુ અનામત કિંમત છે અને 48 ખેલાડીઓએ આ કેટેગરીમાં પોતાને સ્થાન આપવાનું પસંદ કર્યું છે. તેમાંથી 228 કેપ્ડ છે અને 355 અનકેપ્ડ છે. કેપ્ડ એટલે કે તેઓ ભારત અથવા અન્ય કોઈ દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા છે. અનકેપ્ડ ખેલાડીઓનો અર્થ એ છે કે તેઓ ભારત અથવા અન્ય કોઈ દેશમાં સ્થાનિક ક્રિકેટ અથવા લીગ ક્રિકેટ રમ્યા છે, પરંતુ તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી નથી. એસોસિયેટ નેશન્સમાંથી 7 ખેલાડીઓ પણ છે, જેમની મેગા ઓક્શનમાં બોલી લગાવવામાં આવનાર છે.
આ વિદેશી ખેલાડીઓને લાગી શકે છે જેકપોટ
વિદેશી ખેલાડીઓમાં ફાફ ડુ પ્લેસિસ, ડેવિડ વોર્નર, પેટ કમિન્સ, કાગિસો રબાડા, ટ્રેન્ટ બોલ્ટ, ક્વિન્ટન ડી કોક, જોની બેરસ્ટો, જેસન હોલ્ડર, ડ્વેન બ્રાવો, શાકિબ અલ હસન અને વાનિન્દુ હસરંગા જેવા મજબૂત ખેલાડીઓ છે.
કયા દેશના કેટલા ખેલાડીઓ હરાજીમાં લેશે ભાગ
અફઘાનિસ્તાનના 17,ઓસ્ટ્રેલિયાના 47, બાંગ્લાદેશના 5, ઈંગ્લેન્ડના 24, આયર્લેન્ડના 5, ન્યૂઝીલેન્ડના 24, સાઉથ આફ્રિકાના 33, શ્રીલંકાના 23, વેસ્ટ ઈન્ડિઝના 34, ઝીમ્બાબ્વેના એક, નામીબિયાના ત્રણ, નેપાળના એક, સ્કોટલેન્ડના એક અને યુએસએના એક ખેલાડી હરાજીમાં ભાગ લેશે.