IND vs AUS Test Day 3: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ટીમ ઇન્ડિયા હજુ ઓસ્ટ્રેલિયાથી 191 રન પાછળ, ભારતનો સ્કૉર 289/3
IND vs AUS Live Score 3rd Day: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ અમદાવાદમાં રમાઇ રહી છે, અને આ મેચનો આજો ત્રીજો દિવસ છે, પ્રથમ બે દિવસ ઓસ્ટ્રેલિયાની નામે રહ્યાં છે,
LIVE
Background
IND vs AUS Live Score 3rd Day: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ અમદાવાદમાં રમાઇ રહી છે, અને આ મેચનો આજો ત્રીજો દિવસ છે, પ્રથમ બે દિવસ ઓસ્ટ્રેલિયાની નામે રહ્યાં છે, પ્રથમ ઇનિંગમાં કાંગારુ ટીમે ભારતીયને બેકફૂટ પર લાવી દીધી છે. ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ ઇનિંગમાં 480 રનોનો વિશાળ સ્કૉર કરી દીધો છે, બીજા દિવસની રમતના અંતે ભારત હજુ ઓસ્ટ્રેલિયાથી 444 રન પાછળ છે. બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 10 ઓવરના અંતે વિના વિકેટે 36 રન બનાવી લીધા હતા, કેપ્ટન રોહિત શર્મા (17) અને શુભમન ગીલ (18) ક્રિઝ પર છે. હવે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં બેટિગં માટે ઉતરી છે, આજે ભારતીય ટીમે મોટી ઇનિંગ રમીને મોટો સ્કૉર કરવો જરૂરી છે.
ત્રીજો દિવસ રહ્યો ભારતના નામે
ભારતની ઇનિંગની વાત કરીએ તો....
ત્રીજા દિવસની રમતની વાત કરીએ તો ભારતીય ટીમની ત્રીજા દિવસની રમત ખુબ શાનદાર રહી, અને આજના દિવસે એક સદી અને એક ફિફ્ટી પણ ભારત તરફથી જોવા મળી. ખાસ વાત છે કે ભારતના યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગીલે ત્રીજા દિવસે શાનદાર સદી ફટકારી, શુભમન ગીલે 235 બૉલનો સામનો કરતાં 1 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી શાનદાર 128 રનની શતકીય ઇનિંગ રમી હતી. જ્યારે આજે ફિફ્ટી વિરાટ કોહલીના બેટમાંથી નીકળી હતી, વિરાટે લાંબા વિરામ બાદ આજે ટેસ્ટમાં પોતાની અર્ધશતકીય ઇનિંગ રમી છે. વિરાટે દિવસના અંત પહેલા પોતાની ફિફ્ટી પુરી કરી લીધી હતી, વિરાટે 128 બૉલ રમીને 5 ચોગ્ગાની મદદથી શાનદાર 59 રનની ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ તરફથી આજે બેટિંગમાં શાનદાર લય જોવા મળી, કેપ્ટન રોહિત શર્મા શરૂઆતમાં સારી બેટિંગ કર્યા બાદ પેવેલિયન ભેગો થયો હતો, રોહિત શર્માએ 35 રન, શુભમન ગીલે 128 રન, ચેતેશ્વર પુજારાએ 42 રન ફટકાર્યા હતા, આ સિવાય વિરાટ કોહલી 59 અને રવિન્દ્ર જાડેજા 16 રન બનાવીને અમદાવાદની પીચ પર યથાવત છે.
ત્રીજા દિવસે કાંગારુ બૉલરો નિષ્ફળ રહ્યાં
ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો...
ત્રીજા દિવસે કાંગારુ ટીમને કોઇ ખાસ ફાયદો થયો ન હતો. કાંગારુ બૉલરો ફરી એકવાર વિકેટો લેવામાં આજે નિષ્ફળ રહ્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી આજે નાથન લિયૉન, મેથ્યૂ કેહૂનમેન અને ટૉડ મર્ફી એક-એક વિકેટો લેવામાં સફળ થયા હતા, આ સિવાય અન્ય કોઇ બૉલરના નસીબમાં વિકેટ ન હતી. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ અમદાવાદ ટેસ્ટમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી, જેમાં પ્રથમ ઇનિંગમાં કાંગારુ ટીમે પહાડ જેવો સ્કૉર કર્યો હતો, ઓસ્ટ્રેલિયન ટીમે 480 રનોનો વિશાળ સ્કૉર કર્યો હતો, આજે ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમે 3 વિકેટના નુકશાને 289 રન બનાવ્યા છે, છતાં હજુ કાંગારુ ટીમથી 191 રન પાછળ છે.
ત્રીજા દિવસની રમત પૂર્ણ, ભારતનો સ્કૉર 289/3
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ભારતનો સ્કૉર ત્રીજા દિવસના અંતે 3 વિકેટના નુકશાને 289 રન પર પહોંચ્યો છે. અત્યાર ભારત તરફથી ક્રિઝ પર વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા છે. વિરાટ કોહલી અત્યારે 59 રન અને જાડેજા 16 રન બનાવીને રમી રહ્યો છે. ખાસ વાત છે કે હજુ ભારતીય ટીમ કાંગારુ ટીમથી 191 રન પાછળ છે.
કોહલી-જાડેજા ક્રિઝ પર
94 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કૉર 3 વિકેટના નુકશાને 271 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર વિરાટ કોહલી 53 રન અને રવિન્દ્ર જાડેજા 5 રન બનાવીને રમી રહ્યાં છે. હજુ પણ ભારત ઓસ્ટ્રેલિયાથી 209 રન પાછળ છે.
14 મહિના બાદ વિરાટ કોહલી ટેસ્ટમાં ફિફ્ટી
વિરાટ કોહલીએ ચોથી ટેસ્ટમાં ત્રીજા દિવસે શાનદાર ફિફ્ટી ફટકારી છે. વિરાટે 107 બૉલમાં 5 ચોગ્ગાની મદદથી શાનદાર 50 રન બનાવીને વધુ એક ટેસ્ટ ફિફ્ટી પુરી કરી છે. આ સાથે જ વિરાટે પોતાની રિધમ હાંસલ કરી લીધી છે. ખાસ વાત છે કે, વિરાટની આ ટેસ્ટ ફિફ્ટી 2 વર્ષ બાદ એટલે 14 મહિના અને 16 ઇનિંગ બાદ આવી છે. વિરાટે છેલ્લે જાન્યુઆરી 2022માં ટેસ્ટ ફિફ્ટી ફટકારી હતી, ત્યારબાદ આજે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ફિફ્ટી બનાવી છે.