IND vs AUS Test Day 4: ચોથા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયાનો સ્કૉર વિના વિકેટે 3 રન, ભારતથી હજુ 88 રન પાછળ
IND vs AUS Live Score 4th rd Day: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં આજે ચોથા દિવસની રમત રમાઇ રહી છે,
LIVE
![IND vs AUS Test Day 4: ચોથા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયાનો સ્કૉર વિના વિકેટે 3 રન, ભારતથી હજુ 88 રન પાછળ IND vs AUS Test Day 4: ચોથા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયાનો સ્કૉર વિના વિકેટે 3 રન, ભારતથી હજુ 88 રન પાછળ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/12/a4b00ccef2352acb255ce7b31c0c3c59167859351689077_original.jpg)
Background
IND vs AUS Live Score 4th rd Day: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં આજે ચોથા દિવસની રમત શરૂ થશે, આ પહેલા ત્રીજા દિવસની વાત કરીએ તો ત્રીજા દિવસના અંતે ભારતનો સ્કૉર ત્રીજા દિવસના અંતે 3 વિકેટના નુકશાને 289 રન પર પહોંચ્યો હતો. ક્રિઝ પર ભારત તરફથી રન મશીન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા છે. વિરાટ કોહલી અત્યારે 59 રન અને જાડેજા 16 રન બનાવીને રમી રહ્યો છે. ખાસ વાત છે કે હજુ ભારતીય ટીમ કાંગારુ ટીમથી 191 રન પાછળ છે.
ચોથા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયા 3/0, હજુ 88 રન પાછળ
IND vs AUS Test Day 4: અમદાવાદમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં ચોથા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગ શરૂ કરી લીધી છે. પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 91 રનની લીડ આપી હતી. ચોથા દિવસના અંતે બેટિંગમાં ઉતરેલી કાંગારુ ટીમે માત્ર 6 ઓવર રમીને વિના વિકેટે 3 રન બનાવ્યા હતા, ઓસ્ટ્રેલિયા તરફથી અત્યારે ક્રિઝ પર ટ્રેવિસ હેડ અને મેથ્યૂ કૂહેનમેન રમી રહ્યાં છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમ હજુ ભારતથી 88 રન પાછળ ચાલી રહી છે. ચોથી ટેસ્ટનો ચોથો દિવસ સંપૂર્ણ રીતે ભારતીય ટીમની પક્ષમાં રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ શરૂ
ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઇનિંગ શરૂ થઇ ચૂકી છે. ક્રિઝ પર અત્યારે કાંગારુ ટીમ તરફથી મેથ્યૂ કૂહેનમેન શૂન્ય અને ટ્રેવિસ હેડ 2 રન બનાવીને રમી રહ્યાં છે. 5 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કૉર વિના વિકેટે 2 રન પર છે.
ચોથા દિવસે વિરાટની વિરાટ બેટિંગ
ચોથા દિવસે ભારત તરફથી વિરાટ કોહલીની શાનદાર બેટિંગ જોવા મળી, વિરાટે ચોથા દિવસે કાંગારુઓ બૉલરોને હંફાવ્યા હતા. વિરાટે શાનદાર બેટિંગ કરતાં 364 બૉલનો સામનો કર્યો હતો, જેમાં 15 ચોગ્ગા સાથે 186 રનની વિરાટ ઇનિંગ રમી હતી. જોકે, છેલ્લી વિકેટ તરીકે વિરાટની જ વિકેટ પડતાં ભારતની પ્રથમ ઇનિંગ સમેટાઇ ગઇ હતી. ભારતે ઓસ્ટ્રેલિયા પર પ્રથમ ઇનિંગમાં 91 રનોની લીડ મેળવી હતી. ભારતનો સ્કૉર 571 રન પર પહોંચ્યો હતો.
ભારતની પ્રથમ ઇનિંગ પૂર્ણ, 91 રનની લીડ
ભારતની પ્રથમ ઇનિંગ પૂર્ણ થઇ ગઇ છે, ટીમ ઇન્ડિયાએ ચોથા દિવસે શાનદાર બેટિંગ કરતાં પોતાની પ્રથમ ઇનિંગ પૂર્ણ કરી લીધી છે. ભારતે 178.5 ઓવર રમીને 571 રનોનો વિશાલ સ્કૉર કરી દીધો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિય ટીમને 91 રનની લીડ મળી છે.
અક્ષર પટેલ આઉટ
ભારતને 6ઠ્ઠો ઝટકો અક્ષર પટેલના રૂપમાં લાગ્યો છે. અક્ષર પટેલ શાનદાર બેટિંગ બાદ પેવેલિયન ભેગો થયો છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કે અક્ષર પટેલને બૉલ્ડ કર્યો છે. અક્ષરે શાનદાર બેટિંગ કરતાં 113 બૉલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 79 રનની ઇનિંગ રમી છે. અત્યારે ટીમોનો સ્કૉર 174 ઓવર બાદ 6 વિકેટના નુકશાને 560 રન પર પહોંચ્યો છે. વિરાટ કોહલી 180 રન અને રવિચંદ્રન અશ્વિન 2 રન બનાવીને રમતમાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)