ન્યુઝીલેન્ડનો ક્યો બોલર એજાઝ પટેલને મુંબઈ ઈન્ડિયન્સમાં લઈ આવેલો ને તેની પાસે શું કામ કરાવેલું ?
એઝાઝ પટેલે ભારતના મહાન સ્પિનર અનિલ કુંબલેના રેકોર્ડની બરોબરી કરી હતી. અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે 1999માં ઇનિંગની તમામ 10 વિકેટ ઝડપી હતી
![ન્યુઝીલેન્ડનો ક્યો બોલર એજાઝ પટેલને મુંબઈ ઈન્ડિયન્સમાં લઈ આવેલો ને તેની પાસે શું કામ કરાવેલું ? Ajaz Patel had also been a net bowler while he was on a holiday in India for Mumbai Indians ન્યુઝીલેન્ડનો ક્યો બોલર એજાઝ પટેલને મુંબઈ ઈન્ડિયન્સમાં લઈ આવેલો ને તેની પાસે શું કામ કરાવેલું ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/05/c3a3d2fee4c4e08989e8d11b41af637f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ મુંબઈમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 325 રનમાં ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી મયંક અગ્રવાલે 150 રન બનાવ્યા હતા. એઝાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. એઝાઝ પટેલે ભારતના મહાન સ્પિનર અનિલ કુંબલેના રેકોર્ડની બરોબરી કરી હતી. અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે 1999માં ઇનિંગની તમામ 10 વિકેટ ઝડપી હતી.રસપ્રદ વાત એ છે કે એઝાઝ પટેલે જે મેદાન પર આ સિદ્ધિ હાંસલ કરી છે તેવા મુંબઇમાં જ તેનો જન્મ થયો હતો.
એઝાઝના રિકોર્ડની સૌ કોઇએ પ્રશંસા કરી હતી. આ મામલે ન્યૂઝિલેન્ડના પૂર્વ ઝડપી બોલર મિશેલ ગેક્લેનઘાને એક રસપ્રદ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે કેટલાક વર્ષ અગાઉ એઝાઝ પટેલ વેકેશનના દિવસોમાં પોતાની બોલિંગને સારી બનાવવા માટે વાનખેડે મેદાન પર જ મુંબઇ ઇન્ડિયન્સ માટે નેટ્સ પર બોલિંગ કરતો હતો. હવે તેણે ન્યૂઝિલેન્ડ માટે ટેસ્ટમાં ઇતિહાસ રચી દીધો છે.
નોંધનીય છે કે એઝાઝે પોતાના કરિયરની શરાત ઓકલેન્ડથી કરી હતી પરંતુ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ ટીમ સાથે રમ્યા બાદ જ આ ખેલાડીએ પોતાનો પ્રભાવ બતાવ્યો હતો. એઝાઝ ઓકલેન્ડ એ સાથે રમતો હતો પરંતુ તેને સફળતા મળી નહોતી. બાદમાં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ સાથે તે પ્રથમ શ્રેણીની ક્રિકેટ રમતો હતો અને 2012માં ડેબ્યૂ કર્યું હતું. આ જ વર્ષે તેણે ટી-20માં ડેબ્યૂ કર્યું પરંતુ વન-ડે ક્રિકેટમાં રમવા માટે તેને ત્રણ વર્ષની રાહ જોવી પડી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેને સફળતા સ્થાનિક ક્રિકેટમાં સફળતાના આધારે મળ્યું હતું.
રસપ્રદ વાત એ છે કે એઝાઝ પટેલે જે મેદાન પર આ સિદ્ધિ હાંસલ કરી છે તેવા મુંબઇમાં જ તેનો જન્મ થયો હતો. એઝાન પટેલનો જન્મ અને ઉછેર મુંબઇની જોગેશ્વરી વિસ્તારમાં છ વર્ષની ઉંમર સુધી થયો હતો. ત્યારબાદ 1996માં એઝાઝના માતા પિતા ન્યૂઝિલેન્ડ જતા રહ્યા હતા. શુક્રવારે તેના પરિવારના કેટલાક સભ્યો મુંબઇ સ્ટેડિયમમાં પેવેલિયનથી શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન આપતા જોવા મળ્યા હતા. તેના પિતરાઇ ભાઇ અને સંબંધીઓ મેચ જોવા પહોંચ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)