શોધખોળ કરો
Advertisement
સીનિયર સિલેક્શન કમિટી માટે 11 કેન્ડિડેટ શોર્ટલિસ્ટ, ચીફ સિલેક્ટરની રેસમાં આ ઘાતક સ્ટાર બૉલર સૌથી આગળ
મીડિયા રિપોર્ટ અનુસાર પૂર્વ ફાસ્ટ બૉલર અજીત આગરકર વેસ્ટ ઝૉનના સિલેક્ટર બનવા માટે સૌથી આગળ છે. આની સાથે સૌથી વધુ ટેસ્ટ ક્રિકેટ મેચ (26 ટેસ્ટ અને 191 વનડે) રમવાના કારણે તે પેનલના આગામી અધ્યક્ષ પણ બની શકે છે
મુંબઇઃ પૂર્વ ક્રિકેટર મદન લાલની આગેવાની વાળી બીસીસીઆઇની ક્રિકેટ એડવાઇઝરી કમિટી (સીએસી) ગુરુવારે સીનિયર સિલેક્શન કમિટીની ત્રણ ખાલી પદો ભરવા માટે કેન્ડિડેટ્સનુ વર્ચ્યૂઅલ ઇન્ટરવ્યૂ લેશે.
મીડિયા રિપોર્ટ અનુસાર પૂર્વ ફાસ્ટ બૉલર અજીત આગરકર વેસ્ટ ઝૉનના સિલેક્ટર બનવા માટે સૌથી આગળ છે. આની સાથે સૌથી વધુ ટેસ્ટ ક્રિકેટ મેચ (26 ટેસ્ટ અને 191 વનડે) રમવાના કારણે તે પેનલના આગામી અધ્યક્ષ પણ બની શકે છે.
બીસીસીઆઇના નવા બંધારણ અનુસાર, સૌથી વધુ ટેસ્ટ રમનારા કેન્ડિડેટ મુખ્ય સિલેક્ટ બની જાય છે. વર્તમાનમાં સુનીલ જોશી અધ્યક્ષ છે, જેને 15 ટેસ્ટ રમી છે. સેન્ટ્રલ ઝૉનના હરવિન્દર સિંહ બીજા સિલેક્ટર છે.અજીત આગરકર ઉપરાંત એબે કુરુવિલા અને નયન મોંગિયાએ વેસ્ટ ઝૉનમાંથી એપ્લાય કર્યુ છે.
(ફાઇલ તસવીર)
નોર્થ ઝૉનમાંથી ચેતન શર્મા, મનિન્દર સિંહ, વિજય દહિયા, અજય રાત્રા, અને નિખિલ ચોપડા અને ઇસ્ટ ઝૉનમાંથી શિવ સુંદર દાસ, દેવાશીષ મોહંતી અને રણદેવ બોસે એપ્લાય કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement