(Source: ECI/ABP News/ABP Majha)
ODI Debut: આજની મેચમાં એકસાથે બે-બે યૂવા ફાસ્ટ બૉલરોનું ડેબ્યૂ, ખુબ વાયરલ થઇ રહ્યો છે ડેબ્યૂ કેપ પહેરાવાતો આ વીડિયો
મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટો ગુમાવીને 306 રન બનાવ્યા છે, જવાબમાં ન્યૂઝીલેન્ડ ટીમને જીતવા માટે 307 કરવાના છે,
Arshdeep Singh and Umran Malik ODI Debut: ઓકલેન્ડમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રણ મેચોની વનડે સીરીઝની પ્રથમ મેચ રમાઇ રહી છે. આ મેચમાં ટૉસ જીતીને ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા બૉલિંગ કરવાનુ પસંદ કર્યુ અને ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ.
મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટો ગુમાવીને 306 રન બનાવ્યા છે, જવાબમાં ન્યૂઝીલેન્ડ ટીમને જીતવા માટે 307 કરવાના છે, જોકે આ બધાની વચ્ચે ભારતીય ફેન્સ માટે એક આનંદના સમાચાર એ છે કે આ મેચમાં એક નહીં પરંતુ બે ભારતીય યુવા ફાસ્ટ બૉલરોનું ડેબ્યૂ થયુ છે. ખરેખરમાં ભારતીય કેપ્ટન શિખર ધવને વનડેમાં અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકને તક આપી છે, આ બન્ને પહેલીવાર આજે વાદળી જર્સીમાં એક્શનમાં દેખાશે.
યુવા ફાસ્ટ બૉલરો, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકનું વનડેમાં ડેબ્યૂ -
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓકલેન્ડમાં રમાઇ રહેલી સીરીઝની પ્રથમ વનડે મેચમાં ભારતની બૉલિંગ લાઇન અપને મજબૂત કરવા માટે કેપ્ટન શિખર ધવનને યુવા ફાસ્ટ બૉલરોને ઉતાર્યા છે. ટીમની ફાસ્ટ બૉલિંગની કમાન અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકને ડેબ્યૂ મેચમાં સોંપવામાં આવી છે. ખાસ વાત છે કે આ જે બન્ને ફાસ્ટ બૉલરોનુ વનડે ડેબ્યૂ છે, પરંતુ આ પહેલા બન્ને ફાસ્ટ બૉલરો ટી20માં ડેબ્યૂ કરી ચૂક્યા છે, અર્શદીપ સિંહ તો વનડે વર્લ્ડકપ 2022માં પણ રમ્યો અને ખાસુ એવુ પ્રદર્શન પણ કરી ચૂક્યો છે, જ્યારે ઉમરાન મલિકને લાંબા સમય બાદ ક્રિકેટ રમવામાં વાપસી થઇ છે.
Moment to cherish! 😊
— BCCI (@BCCI) November 25, 2022
Congratulations to @arshdeepsinghh and @umran_malik_01 as they are set to make their ODI debuts 👏 👏#TeamIndia | #NZvIND pic.twitter.com/VqgTxaDbKm
બન્નેની પ્લેઇંગ ઇલેવન -
ભારતીય ટીમ - શિખર ધવન (કેપ્ટન), શુભમન ગીલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજૂ સેમસન, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ.
ન્યૂઝીલેન્ડ ટીમ - ફિન એલન, ડેવૉન કૉન્વ, કેન વિલિયમસન (કેપ્ટન), ટૉમ લાથમ (વિકેટકીપર), ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, મેટ હેનરી, ટિમ સાઉથી, લૉકી ફર્ગ્યૂસન.