(Source: ECI/ABP News/ABP Majha)
Ashes 2023 : હેરી બ્રુકે કરી કમાલ, 3જી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ચટાડી ધૂળ
બ્રુકે ક્રિસ વોક્સ સાથે જોડી બનાવીને ટીમને જીતની નજીક પહોંચાડી હતી. આ જીત સાથે ઇંગ્લેન્ડ એશિઝ શ્રેણીમાં હજુ પણ યથાવત છે. 5 મેચની આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા હજુ પણ 2-1થી આગળ છે.
Headingley Test, AUS vs ENG Match Report: ઑસ્ટ્રેલિયા સામે હેડિંગ્લે ખાતે રમાયેલી એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ ઇંગ્લેન્ડે 3 વિકેટે જીતી લીધી છે. મેચની ચોથી ઇનિંગમાં બેન સ્ટોક્સની ટીમને 251 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ નિયમિત અંતરે વિકેટ ઝડપી હતી પરંતુ હેરી બ્રુકે એક છેડો ટકાવી રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 171 રનમાં ઈંગ્લેન્ડની 6 વિકેટ પડી હતી. પરંતુ બ્રુકે ક્રિસ વોક્સ સાથે જોડી બનાવીને ટીમને જીતની નજીક પહોંચાડી હતી. આ જીત સાથે ઇંગ્લેન્ડ એશિઝ શ્રેણીમાં હજુ પણ યથાવત છે. 5 મેચની આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા હજુ પણ 2-1થી આગળ છે.
બ્રુકે 75 રનની શાનદાર ઈનિંગ
આઈપીએલ 2023માં ખરાબ રીતે ફ્લોપ થયેલો હેરી બ્રુક એશિઝમાં પણ કોઈ મોટી સિદ્ધિ ન કરી શક્યો. પરંતુ આ મેચમાં તેણે જવાબદારી નિભાવી હતી. બ્રુકે વોક્સ સાથે 7મી વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન તેણે ટેસ્ટમાં પોતાના એક હજાર રન પણ પૂરા કર્યા. બ્રુકના બેટથી 93 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 75 રન બનાવ્યા હતા. મિચેલ સ્ટાર્કે તેને આઉટ કર્યો ત્યારે ઈંગ્લેન્ડને વધુ 21 રનની જરૂર હતી. ક્રિસ વોક્સ અને માર્ક વૂડે ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી હતી. વોક્સે 32 અને વૂડે 16 રનની અણનમ ઇનિંગ રમી હતી.
ઓસ્ટ્રેલિયાએ સતત વિકેટો લીધી
ઈંગ્લેન્ડે સવારે પોતાનો દાવ 27 રન સુધી લંબાવ્યો હતો. જ્યારે મિચેલ સ્ટાર્ક બેન ડકેટ (23)ને એલબીડબલ્યુની જાળમાં ફસાવી શક્યો ત્યારે તેણે તેના સ્કોરમાં માત્ર 15 રન ઉમેર્યા હતા. મોઈન અલીને ત્રીજા નંબર પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. આ ઓલરાઉન્ડર આ પહેલા પણ આ ભૂમિકા ભજવી ચૂક્યો છે પરંતુ આ વખતે બ્રેન્ડન મેક્કુલમની દાવ કામમાં આવી નહીં. મોઈનને પાંચ રન બનાવવા માટે 15 બોલનો સામનો કરવો પડ્યો પરંતુ તેની પાસે સ્ટાર્કના 90 mph બોલનો કોઈ જવાબ નહોતો ને તેની વિકેટ પર આપી બેઠો હતો.
ત્યાર બાદ જો રૂટ ક્રિઝ પર આવ્યો પરંતુ તે પણ માત્ર 21 રનનું યોગદાન આપી શક્યો. દરમિયાન, મિશેલ માર્શે ઓપનર જોક ક્રોલી (44)ને વિકેટ પાછળ કેચ આપીને બીજા છેડેથી ઈંગ્લેન્ડને ફટકો માર્યો હતો. રૂટ અને બ્રુકે ચોથી વિકેટ માટે 38 રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે એવું લાગતું હતું કે, આ ભાગીદારી ઓસ્ટ્રેલિયા માટે ખતરનાક બની શકે છે ત્યારે રૂટ પેટ કમિન્સના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો.
સ્ટાર્કે 5 વિકેટ લીધી હતી
કેપ્ટન બેન સ્ટોક્સે 2019માં આ મેદાન પર 155 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને એક વિકેટથી રોમાંચક જીત અપાવી હતી. પરંતુ આ ઇનિંગમાં તેનું બેટ પણ કામ ન આવ્યું. તે 13 રન બનાવી સ્ટાર્કનો શિકાર બન્યો હતો. જોની બેયરસ્ટો (5)ને પણ સ્ટાર્કે આઉટ કર્યો હતો. મિચેલ સ્ટાર્કે ઈંગ્લેન્ડના 5 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.