શોધખોળ કરો

Ashes-2023: સંન્યાસ તોડી એશિઝ રમી રહેલા ખેલાડીને ICCએ આપ્યો ઝાટકો

આ મેચમાં એક અનુભવી ખેલાડી પણ રમી રહ્યો છે, જેણે નિવૃત્તિ તોડીને વાપસી કરી હતી. આ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તે ખેલાડીને મોટો ઝટકો આપ્યો છે. આઈસીસીએ તે અનુભવી ખેલાડીને સજા કરી છે.

England vs Australia, Moeen Ali Fined : ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝ-2023ની પ્રથમ મેચ બર્મિંગહામમાં રમાઈ રહી છે. આ મેચમાં એક અનુભવી ખેલાડી પણ રમી રહ્યો છે, જેણે નિવૃત્તિ તોડીને વાપસી કરી હતી. આ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તે ખેલાડીને મોટો ઝટકો આપ્યો છે. આઈસીસીએ તે અનુભવી ખેલાડીને સજા કરી છે.

અનુભવી દિગ્ગજને મળી સજા

ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર મોઈન અલી પર ઓસ્ટ્રેલિયા સામેની શરૂઆતની એશિઝ ટેસ્ટના બીજા દિવસે દંડ ફટકારવામાં આવ્યો છે. તેણે પોતાના બોલિંગ હાથ પર સ્પ્રેનો ઉપયોગ કર્યો અને તેના કારણે તેને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ એક નિવેદનમાં આ જાણકારી આપી.

આચારસંહિતાનું ઉલ્લંઘન

ICC દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'મોઈન અલી ખેલાડીઓ અને ટીમ સપોર્ટ કર્મચારીઓ માટે ICC આચાર સંહિતાના નિયમ 2.20નો ભંગ કરવા બદલ દોષી સાબિત થયો છે. તે રમતની ભાવનાથી વિપરીત આચરણ સાથે સંબંધિત છે. જાહેર છે કે, મોઇન અલી નિવૃત્તિ તોડીને વાપસી કરી ચૂક્યો છે. તેને એશિઝ શ્રેણી માટે ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે લગભગ બે વર્ષ પહેલા આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

ડીમેરિટ પોઈન્ટ પણ ઉમેરાયા

આ ઉપરાંત મોઈન અલીના અનુશાસનાત્મક રેકોર્ડમાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જોડાઈ ગયો છે. 24 મહિનાના ગાળામાં તેના માટે આ પહેલો ગુનો હતો. આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 89મી ઓવરની છે. અલી તેની ઓવર નાખતા પહેલા બાઉન્ડ્રી લાઇનની નજીક તેના બોલિંગ હાથ પર સ્પ્રેનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો.

ઉસ્માન ખ્વાજાએ સદી ફટકારતા હવામાં ઉછાળ્યું બેટ! વાયરલ થઈ રહ્યો છે વીડિયો

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ બર્મિંગહામ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે મેચના બીજા દિવસે શનિવારે પ્રથમ દાવમાં સદી ફટકારીને  ખાસ સિદ્ધિ મેળવી હતી. ખ્વાજા ટીમ માટે ઓપનિંગ કરવા આવ્યો હતો. તેણે એક છેડો મજબૂતીથી પકડી રાખ્યો હતો. સદી બાદ ખ્વાજાએ શાનદાર ઉજવણી કરી હતી. તેણે ઉત્સાહમાં  બેટ હવામાં ફેંક્યું. જો કે  સારું થયું  કોઈ ખેલાડીને લાગ્યું નહીં.

વાસ્તવમાં ઈંગ્લેન્ડે મેચના પહેલા દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ટીમે 393 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ઈંગ્લેન્ડના જો રૂટે સદી ફટકારી હતી. આ પછી ઓસ્ટ્રેલિયા માટે ખ્વાજા અને ડેવિડ વોર્નર ઓપનિંગ કરવા આવ્યા હતા. વોર્નર 9 રન બનાવીને આઉટ થયો હતો. પણ ખ્વાજાએ છેડો પકડી રાખ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget