IND vs SL: આજે ભારત-શ્રીલંકાની ટક્કર, જાણો આજનો કરો યા મરો જંગ કઈ ચેનલ પરથી કેટલા વાગે જોઈ શકાશે લાઈવ ટેલિકાસ્ટ
ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2022ની સુપર 4 ની ત્રીજી મેચ દુબઇમાં રમાવવાની છે. એશિયા કપમાં આ સિઝનમાં ભારત અને શ્રીલંકા પહેલીવાર આમને સામને ટકરાઇ રહ્યાં છે,
When and where to watch IND vs SL live: ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2022ની સુપર 4 ની ત્રીજી મેચ દુબઇમાં રમાવવાની છે. એશિયા કપમાં આ સિઝનમાં ભારત અને શ્રીલંકા પહેલીવાર આમને સામને ટકરાઇ રહ્યાં છે, જે છેલ્લી પણ હોઇ શકે છે, કેમ કે જે હારશે તેના પર દબાણ રહેવાનુ છે. જોકે, ખાસ વાત છે કે શ્રીલંકાએ પોતાનો સુપર 4નો પહેલો મુકાબલો જીતી લીધો હતો, અને ભારતે પાકિસ્તાન સામે હારનો સામનો કર્યો હતો. આવામાં આ મેચ ભારતીય ટીમ માટે ખાસ કરીને કરો યા મરોનો જંગ બની જશે. જાણો ભારત અને શ્રીલંકા વચ્ચેની મેત તમે ક્યારે, ક્યાંથી ને કઇ રીતે લાઇવ જોઇ શકો છો......
ક્યાં રમાશે મેચ ?
આજે સુપર 4ની ત્રીજી મેચ, આજે 6 સપ્ટેમ્બરે એટલે કે મંગળવારે સાંજે 7.30 કલાકે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચમાં ટૉસ 6.30 વાગે થશે.
લાઈવ મેચો ક્યાં જોઈ શકો છો ?
આ કરો યા મરો મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સાથે, જ્યાં ડીડી ફ્રી ડીશ કનેક્શન છે, ત્યાં આ મેચ ડીડી સ્પોર્ટ્સ પર લાઈવ જોઈ શકાશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ રહેશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર જોઈ શકાશે.
શ્રીલંકા સામે આજની ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, દીપક હુડ્ડા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઇ.
આ પણ વાંચો...........
India Corona Cases Today: ભારતમાં કોરોના કાબુમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા જ કેસ
Gujarat Monsoon: રાજ્યમાં આવશે ચોમાસોનો વધુ એક રાઉન્ડ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા
Gujarat Election : કોંગ્રેસની ઉમેદવારી પસંદગીને લઈને સામે આવી મોટી માહિતી, જાણો શું છે મોટા સમાચાર?
Gujarat : સરકાર સામે વધુ બે આંદોલનના મંડાણ, જોણો કોણે કોણે અને કેમ શરૂ કર્યું આંદોલન?