SL vs AFG: એશિયા કપમાં આજે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ મેચ, જાણો સંભવિત પ્લેઇંગ-11, ને પિચ રિપોર્ટ
આજથી એશિયા કપ 2022નો પ્રારંભ થઇ રહ્યો છે, આજે પહેલી મેચમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમો આમને સામને ટકરાશે. આ મેચ માટે બન્ને ટીમો પહેલાથી જ તૈયાર થઇ ચૂકી છે.
Sri Lanka vs Afghanistan Match Preview: આજથી એશિયા કપ 2022નો પ્રારંભ થઇ રહ્યો છે, આજે પહેલી મેચમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમો આમને સામને ટકરાશે. આ મેચ માટે બન્ને ટીમો પહેલાથી જ તૈયાર થઇ ચૂકી છે. આજની ટી20 મેચ દુબઇના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જાણો આજની મેચ વિશે....
પિચ રિપોર્ટ -
શ્રીલંકા અને અફઘાનિસ્તાની વચ્ચે એશિયા કપની પહેલી મેચ દુબઇના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. દુબઇની પીચની વાત કરીએ તો આ પિચ બેટ્સમેનો અને બૉલરો બન્નેની એકસરખી મદદ કરશે. જોકે, આ પિચ થોડી સ્લૉ રહી શકે છે, આને આનો ફાયદો સ્પિનરોને મળી શકે છે. આ મેદાનમાં ટી20નો એવરેજ સ્કૉર 140 રન છે.
લાઇવ સ્ટ્રીમિંગની પુરેપુરી ડિટેલ્સ -
એશિયા કપમાં 27 ઓગસ્ટે શ્રીલંકા અને અફઘાનિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હૉટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે.
બન્નેની સંભિત પ્લેઇંગ ઇલેવન -
શ્રીલંકા ટીમ -
પથુમ નિસાનકા, ગુણથિલકા, ભાનુકા રાજપક્ષે, ચરિત અસલંકા, ધનંજયા ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરંગા, થીક્ષાના, ચમિકા કરુણારત્ને, અસિથા ફર્નાન્ડો, જેફરી વેન્ડરસે.
અફઘાનિસ્તાન ટીમ -
નઝીબુલ્લાહ જાદરાન, હઝરતુલ્લાહ જજઇ, ઇબ્રાહિમ જાદરાન, ઉસ્માન ગની, રહમાનુલ્લા ગુરબાઝ, મોહમ્મદ નબી (કેપ્ટન), રાશિદ ખાન, મુજીબ ઉર રહમાન, નવીન ઉલ હક, નૂર અહેમદ, કરીમ જનાત.
આ પણ વાંચો..
Shani Amavasya 2022 : 14 વર્ષ બાદ શનિશ્વરી અમાસ પર બની રહ્યો છે આ શુભ સંયોગ, કરો આ ઉપાય
Ahmedabad: અમદાવાદમાં રાત્રે 3 વાગ્યે પાણીની ટાંકીમાં પડ્યો યુવક, બે કલાક બાદ....
Health Tips: વધુ નમક ખાવુ આપના શરીરમાં માટે છે ખતરનાક, થઇ શકે છે આ નુકસાન
CRIME NEWS: ભુજમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, સમગ્ર વિસ્તારમાં અરેરાટી
Banaskantha : બનાસ નદીમાં વધુ એક યુવક ડુબ્યો, બે દિવસમાં 8 લોકો તણાયા ; 2 મૃતદેહ મળ્યા
Lausanne Diamond League: નીરજ ચોપડાએ ફરી રચ્યો ઇતિહાસ, લૂસાને ડાયમંડ લીગ જીતનાર પહેલા ભારતીય બન્યા