શોધખોળ કરો

Asia Cup 2022: શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયાને માર્યો ટોણો, હાર્દિક પંડ્યા વિશે આ શું બોલી ગયો પાક બોલર

Asia Cup 2022: પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું માનવું છે કે એશિયા કપ ગ્રુપ Aમાં ભારત પાકિસ્તાન સામેની મેચ હારવા માટે પૂરા પ્રયાસો કરી રહ્યું હતું.

Asia Cup 2022: પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું માનવું છે કે એશિયા કપ ગ્રુપ Aમાં ભારત પાકિસ્તાન સામેની મેચ હારવા માટે પૂરા પ્રયાસો કરી રહ્યું હતું પરંતુ હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી તેમને 148 રનના લક્ષ્યાંકનો પીછો કરવામાં મદદ મળી.

શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયા પર કટાક્ષ કર્યો 

પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શને ભારતને પાકિસ્તાન સામે પાંચ વિકેટથી રોમાંચક જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે સારી બોલિંગ કરતા 25 રન આપીને ત્રણ વિકેટ પણ લીધી હતી. પાકિસ્તાન 147 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારત એવી સ્થિતિમાં હતું જ્યાં છેલ્લી છ ઓવરમાં 59 રનની જરૂર હતી. ત્યાંથી પંડ્યા (17 બોલમાં અણનમ 33) અને રવિન્દ્ર જાડેજા (29 બોલમાં 35)એ માત્ર 29 બોલમાં 52 રનની ભાગીદારી નોંધાવી હતી.

જાણો હાર્દિક પંડ્યા વિશે શું કહ્યું?

ભલે છેલ્લી ઓવરમાં ડાબોડી બેટ્સમેન જાડેજા આઉટ થયો ગયો પરંતુ પંડ્યાએ નવાઝની બોલ પર સિક્સ ફટકારીને ભારતને જીત અપાવી દીધી. અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'હું ભારત અને પાકિસ્તાન બંનેને અભિનંદન આપવા માંગુ છું. બંને ટીમોએ મેચ હારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારત જીતવામાં સફળ રહ્યું. ભારત મેચ હારી જવાનો પૂરો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ હાર્દિક પંડ્યાએ તેમને તેમ ન કરવા દીધું.

મોહમ્મદ રિઝવાનની ટીકા કરી 

અખ્તરે ઓપનર તરીકે પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની 42 બોલમાં 43 રનની ઈનિંગની ટીકા કરી હતી. તેણે કહ્યું, તમે જ મને કહો, જો રિઝવાન 45 બોલમાં 45 રન બનાવશે તો શું કહેવું? પાકિસ્તાન જ્યારે બેટિંગ કરી રહ્યું હતું ત્યારે પ્રથમ છ ઓવરમાં 19 બોલ ખાલી કાઢ્યા હતા. જો તમે આટલા બધા વધારે ડોટ બોલ રમશો, તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો.

કોહલીએ પણ આવી જ ઈનિંગ રમી 

અખ્તરે કહ્યું, રિઝવાનને સમજવું જોઈએ કે 42 બોલમાં 43 રન બનાવવા બિલકુલ સ્વીકાર્ય નથી. વિરાટ કોહલીએ પણ આવી જ ઈનિંગ રમી હતી. પાકિસ્તાને તેમના બેટિંગ ઓર્ડરમાં પણ ગરબડ કરી અને ભારતે પણ.

આ પણ વાંચો

IND vs PAK Asia Cup 2022: ભારતની જીત પર નાચવા લાગ્યા જેઠાલાલ, હાર્દિક પંડ્યાના ફેન થયા સેલેબ્સ, જુઓ વાયરલ મીમ્સ

Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત

India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા

Pakistan: પાકિસ્તાનમાં પૂરના કારણે હાહાકાર, ટામેટા 500 રૂપિયા પ્રતિ કિલો, ડુંગળી સહિત અનેક મહત્વની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા

IND VS PAK: કાર્તિક આર્યનથી લઇને અભિષેક બચ્ચન સુધી, બૉલીવુડ સેલેબેસે આ રીતે મનાવ્યો ભારત વિજયનો જશ્ન

PIB Fact Check: SBI કસ્ટમર થઈ જાવ સાવધાન, જો તમને પણ મળ્યો છે એકાઉન્ટ બ્લોક થવાના મેસેજ તો કરો આ જરૂરી કામ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Embed widget