Asia Cup Prize Money: એશિયા કપ જીતતાં જ ટીમ ઈન્ડિયા પર થયો રુપિયાનો વરસાદ, જાણો કોને કેટલી રકમ મળી
Asia Cup 2023 Prize Money Full Details: ભારતીય ટીમે એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં શ્રીલંકાને 10 વિકેટથી હરાવીને 5 વર્ષ પછી આ ટાઈટલ જીત્યું છે. ટીમ ઈન્ડિયાએ એશિયા કપના ઈતિહાસમાં આઠમી વખત આ ટ્રોફી જીતી છે.
Asia Cup 2023 Prize Money Full Details: ભારતીય ટીમે એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં શ્રીલંકાને 10 વિકેટથી હરાવીને 5 વર્ષ પછી આ ટાઈટલ જીત્યું છે. ટીમ ઈન્ડિયાએ એશિયા કપના ઈતિહાસમાં આઠમી વખત આ ટ્રોફી જીતી છે. આ ટૂર્નામેન્ટની વિજેતા તરીકે ટીમ ઈન્ડિયાને ઈનામી રકમ તરીકે મોટી રકમ મળી છે. ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજે બોલ સાથે મેચ વિનિંગ પરફોર્મન્સ આપ્યું હતું અને ટીમ ઈન્ડિયા માટે 6 વિકેટ લીધી હતી.
That moment when #TeamIndia captain Rohit Sharma received the #AsiaCup2023 Trophy from the hands of Mr. Jay Shah, President, Asian Cricket Council & Honorary Secretary, BCCI 🏆 👏 #INDvSL | @ImRo45 | @JayShah pic.twitter.com/mmw0kqj9vF
— BCCI (@BCCI) September 17, 2023
મોહમ્મદ સિરાજે આ મેચમાં 6 વિકેટ લઈને શ્રીલંકાની ટીમને 50ના સ્કોર સુધી રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે આ લક્ષ્ય માત્ર 6.1 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. ત્યારબાદ ટીમ ઈન્ડિયાને વિજેતા તરીકે 150,000 યુએસ ડોલર ઈનામી રકમ તરીકે મળ્યા. જ્યારે શ્રીલંકાની ટીમને ઉપવિજેતા તરીકે 75,000 યુએસ ડોલરની ઈનામી રકમ આપવામાં આવી હતી.
કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો
Kuldeep Yadav put on a show with the ball, scalping 9⃣ wickets, & won the Player of the Series as #TeamIndia win the #AsiaCup2023 Final by 10 wickets 🙌 🙌#INDvSL pic.twitter.com/1GHZYBM8US
— BCCI (@BCCI) September 17, 2023
એશિયા કપ 2023માં ભારતીય ટીમના બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જેમાં કુલદીપ યાદવનું નામ મોખરે હતું જેણે પાકિસ્તાન સામેની મેચમાં 5 વિકેટ અને ત્યારબાદ શ્રીલંકા સામે મહત્વના સમયે 4 વિકેટ ઝડપી હતી. આ ટુર્નામેન્ટમાં તેના શાનદાર પ્રદર્શન માટે કુલદીપને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ આપવામાં આવ્યો હતો, જેમાં તેને 15,000 યુએસ ડોલરની પ્રાઇસ મની પણ આપવામાં આવી હતી.
મોહમ્મદ સિરાજ મેન ઓફ ધ મેચ બન્યો
મોહમ્મદ સિરાજને ફાઈનલ મેચમાં મેચવિનિંગ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. સિરાજને આ એવોર્ડ તરીકે 5,000 અમેરિકી ડોલરની રકમ મળી, જે તેણે ગ્રાઉન્ડ્સમેનને આપવાનું નક્કી કર્યું. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) વતી, શ્રીલંકાના ગ્રાઉન્ડસમેનને તેના શ્રેષ્ઠ કાર્ય માટે ઈનામી રકમ તરીકે 50,000 યુએસ ડોલરની રકમ આપવામાં આવી હતી.