Asia Cup 2023 Final: ભારત સામે ફાઈનલ પહેલા સંકટમાં શ્રીલંકા, આ સ્ટાર ખેલાડી ઈજાના કારણે થયો બહાર
એશિયા કપની ફાઇનલ મેચ રવિવારે રમાશે. ભારત અને શ્રીલંકાની ટીમો કોલંબોના મેદાન પર સામસામે આ ટાઇટલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે.
Maheesh Theekshana Injury: ભારત સામેની ફાઈનલ મેચ પહેલા શ્રીલંકાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. એશિયા કપની ફાઈનલ રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે, પરંતુ યજમાન શ્રીલંકાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મહિષ તીક્ષ્ણા ભારત સામે ફાઈનલ રમી શકશે નહીં. ઈજાના કારણે તેણે બહાર થવું પડ્યું હતું. મહિષ તીક્ષ્ણા છેલ્લી મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. હવે આ ઈજાને કારણે એશિયા કપની ફાઈનલ મેચ રમી શકશે નહીં.
શ્રીલંકાની ટીમ મહિષ તીક્ષ્ણા વિના ભારત સામે ફાઇનલ રમશે
એશિયા કપની ફાઇનલ મેચ રવિવારે રમાશે. ભારત અને શ્રીલંકાની ટીમો કોલંબોના મેદાન પર સામસામે આ ટાઇટલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. દશુન શનાકાની આગેવાની હેઠળની શ્રીલંકાની ટીમે સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવ્યા હતા. જોકે શ્રીલંકાને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે શ્રીલંકાની ટીમે 4 પોઈન્ટ સાથે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જો કે ફરી એકવાર બંને ટીમો ટાઈટલ જીતવા માટે ભરપૂર પ્રયાસ કરશે.
ભારત અને શ્રીલંકા ફાઈનલ માટે ક્વોલિફાય થયા
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 4 પોઈન્ટ સાથે ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. સુપર-4 રાઉન્ડમાં ભારતે પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવ્યું હતું. જો કે રોહિત શર્માની ટીમને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ મેચ પહેલા જ ભારતીય ટીમ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ હતી. ભારત અને શ્રીલંકાની ટીમો ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો ફાઈનલ માટે ક્વોલિફાઈ કરવામાં નિષ્ફળ રહી હતી.
🚨 Injury update 🚨
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 16, 2023
Maheesh Theekshana, who strained his right hamstring during the game against Pakistan, will not be available for the finals.
A scan was done and confirmed the muscle injury.
Sri Lanka Cricket Selectors have brought in Sahan Arachchige into the squad in… pic.twitter.com/7nSzGhHic2
એશિયા કપ 2023ની ફાઇનલ મેચ પહેલા ભારતીય ફેન્સ માટે ખરાબ સમાચાર છે. એક અહેવાલ મુજબ અક્ષર પટેલ ઈજાગ્રસ્ત છે અને ફાઈનલમાંથી બહાર થઈ શકે છે. ભારતને તાજેતરમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં અક્ષરે 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. અક્ષરની ગેરહાજરીમાં વૉશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી શકે છે.