Mohammad Shami: ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરને પંતની વાતનું લાગી આવ્યું, કરાવ્યું હેર ટ્રાન્સપ્લાન્ટ, નવો લુક થયો વાયરલ
Asia Cup 2023: શમી એશિયા કપ દ્વારા મેદાન પર પરત ફરશે. શમી એશિયા કપમાં બુમરાહ અને સિરાજની સાથે મુખ્ય ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવશે.
Asia Cup 2023: એશિયા કપ 2023 પહેલા ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું છે. શમી એવા ક્રિકેટરોમાંથી એક છે જેના વાળ ઝડપથી ખરતા હતા. ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે લગભગ 2 વર્ષ પહેલા શમીના ખરતા વાળને લઈને મજાક ઉડાવી હતી. કદાચ હવે શમીએ પંતની વાતને દિલ પર લઈને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે.
2 વર્ષ પહેલા પંતે શું કહ્યું હતું
2021માં મોહમ્મદ શમીને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા પંતે ટ્વિટમાં લખ્યું હતું કે, “મોહમ્મદ શમી ભાઈ, વાળ અને ઉંમર બંને ઝડપથી પસાર થઈ રહ્યા છે. જન્મદિવસની શુભકામના." આની આગળ તેણે ફની ઇમોજીનો પણ ઉપયોગ કર્યો હતો. શમીએ પંતના ટ્વિટનો રમૂજી આપતાં લખ્યું હતું કે, “તારો પણ સમય આવશે દીકરા. વાળ અને ઉંમરને કોઈ રોકી શકતું નથી પરંતુ મેદસ્વિતાની સારવાર આજે પણ કરવામાં આવે છે. તેના શમીએ ફની ઇમોજીનો પણ ઉપયોગ કર્યો હતો.
હવે ભારતીય ફાસ્ટ બોલરનું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું છે. હેર ટ્રાન્સપ્લાન્ટ પછી શમીએ 'યુજેનિક્સ' યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું, “હવે હું ખૂબ સારું અનુભવું છું. ખાસ કરીને મને મળેલી સારવાર અને સ્ટાફનું વર્તન ઘણું સારું હતું. લોકોએ ખૂબ જ સપોર્ટ કર્યો હતો. હવે જોઈએ આગળ શું થાય છે.
Mohammad Shami underwent a hair transplant procedure ahead of Asia Cup 2023. pic.twitter.com/cF16E9Bzxc
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 30, 2023
શમીએ જૂનથી કોઈ મેચ રમી નથી, એશિયા કપમાંથી પરત ફરશે
મોહમ્મદ શમીએ જૂનમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત માટે પોતાની છેલ્લી મેચ રમી હતી. આ પછી, તે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર રમાયેલી ત્રણ ફોર્મેટની શ્રેણીમાં ભારતનો ભાગ નહોતો. હવે શમી એશિયા કપ દ્વારા મેદાન પર પરત ફરશે. શમી એશિયા કપમાં બુમરાહ અને સિરાજની સાથે મુખ્ય ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવશે. શમી ભારતનો અનુભવી બોલર છે. તેણે ટીમ માટે 64 ટેસ્ટ, 90 ODI અને 23 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
એશિયા કપમાં ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. બંને સિવાય આ ગ્રુપમાં નેપાળની ટીમ પણ છે. આવી સ્થિતિમાં ગ્રુપ સ્ટેજમાં પ્રથમ મેચ રમાશે. આ ઉપરાંત સુપર-4માં ભારત-પાકિસ્તાનનું ક્વોલિફાઈંગ પણ લગભગ નિશ્ચિત છે. સુપર-4 મેચ રાઉન્ડ રોબિન હેઠળ રમાશે. આવી સ્થિતિમાં અહીં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ શકે છે. જો ભારત-પાકિસ્તાનની બંને ટીમો ફાઈનલમાં પહોંચે છે તો ટાઈટલ મેચમાં ત્રીજી ટક્કર થઈ શકે છે. આ રીતે માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 મેચ રમાઇ શકે છે.