(Source: ECI/ABP News/ABP Majha)
NEP Vs PAK: પાકિસ્તાને નેપાળને આપ્યો 343 રનનો ટાર્ગેટ, બાબર આઝમના 151 રન
NEP Vs PAK, Innings Highlights: પાકિસ્તાને નેપાળ પાસે પ્રથમ બેટિંગ કરતા 342 રન બનાવ્યા છે. 25 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાને શાનદાર વાપસી કરી હતી. પાકિસ્તાન તરફથી બાબર આઝમે 151 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
NEP Vs PAK, Innings Highlights: પાકિસ્તાને નેપાળ પાસે પ્રથમ બેટિંગ કરતા 342 રન બનાવ્યા છે. 25 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાને શાનદાર વાપસી કરી હતી. પાકિસ્તાન તરફથી બાબર આઝમે 151 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ઈફ્તિખારે 71 બોલમાં 109 રન બનાવ્યા હતા. બાબર અને ઈફ્તિખારે ચાર-ચાર છગ્ગા ફટકાર્યા હતા. નેપાળ માટે આ લક્ષ્યાંકનો પીછો કરવો સરળ નહીં રહે.
Maiden ODI century 💯
— ICC (@ICC) August 30, 2023
Iftikhar Ahmed has smashed a hundred off just 67 balls 🤯#PAKvNEP | 📝: https://t.co/ZKihaNinmp pic.twitter.com/33p4AS1NQO
બાબર આઝમે ફટકારી સદી, કોહલીનો તોડ્યો રેકોર્ડ
એશિયા કપ 2023 શરૂ થઈ ગયો છે. પ્રથમ મેચમાં પાકિસ્તાન અને નેપાળની ટીમો આમને-સામને છે. બંને ટીમો વચ્ચેની મેચ મુલતાનમાં રમાઈ રહી છે. તે જ સમયે, આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાને 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 342 રન બનાવ્યા છે. કેપ્ટન બાબર આઝમે 131 બોલમાં 151 રન બનાવ્યા છે જ્યારે ઈફ્તિખાર અહમદે 71 બોલમાં 109 રનની તોફાની ઈનિંગ રમી છે.
Babar Azam is leading Pakistan's charge in the death overs ⚡#PAKvNEP | 📝: https://t.co/K4ecp1PvE8 pic.twitter.com/LzvgjxFnu6
— ICC (@ICC) August 30, 2023
બાબરે આઝમે ફટકારી કરિયરની 19મી સદી
બાબર આઝમે તેના કરિયરની 19મી સદી ફટકારવાની સાથે જ પોતાના નામે મોટો રેકોર્ડ કર્યો હતો. જે સૌથી ઓછી ઈનિંગમાં 19 સદી મારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો હતો. આ માટે તેણે 102 ઈનિંગ લીધી હતી. તેની પહેલા આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના હાશિમ આમલાના નામે હતો. તેણે 104 ઈનિંગમાં આ પરાક્રમ કર્યુ હતું. કોહલીએ 19 સદી ફટકારવા માટે 124 ઈનિંગ લીધી હતી.
નેપાળે ACC મેન્સ પ્રીમિયર કપની ફાઇનલમાં શાનદાર જીત નોંધાવી હતી. તેણે યુએઈને હરાવીને ટાઈટલ જીત્યું હતું. નેપાળના ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. હવે ટીમ રોહિત પૌડેલની કપ્તાનીમાં એશિયા કપમાં ભાગ લઈ રહી છે. તેના માટે આ એક મોટી ટૂર્નામેન્ટ છે. મહત્વની વાત એ છે કે નેપાળની ટીમ પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. પ્રથમ મેચ બાદ તે બીજી મેચમાં ભારત સામે રમશે. નેપાળને 2018માં ODI ટીમનો દરજ્જો મળ્યો હતો. તે અત્યાર સુધી સારું પ્રદર્શન કરી રહી છે.
પાકિસ્તાન પ્લેઈંગ ઈલેવન
ફખર ઝમાં, ઇમામ-ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકી), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ
નેપાળ પ્લેઈંગ ઈલેવન
કુશલ ભુર્ટેલ, આસિફ શેખ (વિકી), રોહિત પૌડેલ (કેપ્ટન), આરિફ શેખ, કુશલ મલ્લા, દીપેન્દ્ર સિંહ એરી, ગુલસન ઝા, સોમપાલ કામી, કરણ કેસી, સંદીપ લામિછાને, લલિત રાજવંશી