Asia Cup 2023: એશિયા કપની તમામ મેચના ટાઇમિંગનો થયો ખુલાસો, જાણો કેટલા વાગ્યે શરૂ થશે તમામ મેચ?
એશિયા કપ 2023 30 ઓગસ્ટથી શરૂ થઇ રહ્યો છે. થોડા દિવસ અગાઉ એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ટૂર્નામેન્ટનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું
Asia Cup 2023 All Match Timing: એશિયા કપ 2023 30 ઓગસ્ટથી શરૂ થઇ રહ્યો છે. થોડા દિવસ અગાઉ એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ટૂર્નામેન્ટનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું. એશિયા કપમાં કુલ 13 મેચો રમાવાની છે. આ વખતે એશિયા કપ વન-ડે ફોર્મેટમાં રમાશે. આ સાથે જ તમામ મેચના સમયની જાણકારી જાહેર થઇ છે. ટુર્નામેન્ટની તમામ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યાથી રમાશે.
The Asia Cup 2023 schedule is out! The high-octane tournament will take place from 30th August to 17th September. Mark your calendars for an adrenaline-packed tournament filled with fierce competition and unforgettable moments! 🏆https://t.co/Mmlx5hm39I#AsiaCup2023
— AsianCricketCouncil (@ACCMedia1) July 19, 2023
ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લેશે જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળનો સમાવેશ થાય છે. તમામ ટીમોને 3-3ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત, પાકિસ્તાન અને નેપાળને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. જ્યારે, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યા છે. ટુર્નામેન્ટ બે તબક્કામાં રમાશે, જેમાં ગ્રુપ સ્ટેજ અને સુપર-4 સ્ટેજનો સમાવેશ થશે.
બે દેશો દ્વારા આયોજિત થનારી ટૂર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં અને 9 મેચ શ્રીલંકામાં રમાશે. પાકિસ્તાનમાં મેચ લાહોર અને મુલતાન શહેરમાં યોજાશે. અને શ્રીલંકામાં કેન્ડી અને કોલંબોમાં 9 મેચ રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાનના લાહોરમાં અને ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે. આ દરમિયાન પાકિસ્તાનની ટીમ ઘરઆંગણે ગ્રુપ સ્ટેજમાં માત્ર એક મેચ (પ્રથમ મેચ) રમશે. 2 સપ્ટેમ્બરે ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ જોવા મળશે.
એશિયા કપની ટાઇમિંગ
30 ઓગસ્ટ - પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ, બપોરે 3:00 વાગ્યે મુલતાનમાં (ગ્રુપ સ્ટેજ)
31 ઑગસ્ટ - બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા, બપોરે 3:00 વાગ્યે (ગ્રુપ સ્ટેજ) કેન્ડીમાં
2 સપ્ટેમ્બર - પાકિસ્તાન વિરુદ્ધ ભારત, બપોરે 3:00 કલાકે કેન્ડીમાં (ગ્રુપ સ્ટેજ)
3 સપ્ટેમ્બર - બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન, લાહોરમાં બપોરે 3:00 વાગ્યે (ગ્રુપ સ્ટેજ)
4 સપ્ટેમ્બર - ભારત વિરુદ્ધ નેપાળ, બપોરે 3:00 કલાકે કેન્ડીમાં (ગ્રુપ સ્ટેજ)
5 સપ્ટેમ્બર - અફઘાનિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા, લાહોરમાં બપોરે 3:00 વાગ્યે (ગ્રુપ સ્ટેજ)
6 સપ્ટેમ્બર - A1 વિરુદ્ધ B2, લાહોર, બપોરે 3:00 PM (સુપર 4)
સપ્ટેમ્બર 9 - B1 વિરુદ્ધ B2, 3:00 PM (સુપર 4) કોલંબોમાં
સપ્ટેમ્બર 10 - A1 વિરુદ્ધ A2, 3:00 PM (સુપર 4) કોલંબોમાં
સપ્ટેમ્બર 12 - A2 વિરુદ્ધ B1, 3:00 PM (સુપર 4) કોલંબોમાં
14 સપ્ટેમ્બર - A1 વિરુદ્ધ B1, 3:00 PM (સુપર 4) કોલંબોમાં
15 સપ્ટેમ્બર - A2 વિરુદ્ધ B2 કોલંબોમાં બપોરે 3:00 વાગ્યે (સુપર 4)
17 સપ્ટેમ્બર - કોલંબોમાં બપોરે 3:00 વાગ્યાથી ફાઇનલ.