Asia Cup 2023: ફરી વરસાદ શરુ થતા ભારત પાકિસ્તાનની મેચને લઈને લેવામાં આવ્યો મોટો નિર્ણય
Asia Cup 2023: સતત બીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ છે. આ પહેલી પહેલી મેચ પણ વરસાદમાં ધોવાઈ હતી. હવે આજે સતત બીજી વખત મેચમાં વરસાદે વિઘ્ન પાડ્યું છે.
Asia Cup 2023: સતત બીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ છે. આ પહેલી પહેલી મેચ પણ વરસાદમાં ધોવાઈ હતી. હવે આજે સતત બીજી વખત મેચમાં વરસાદે વિઘ્ન પાડ્યું છે. જો કે, આ વખતે રિઝર્વ ડેની વ્યવસ્થા છે. સતત વરસાદ અને ખરાબ આઉટફિલ્ડના કારણે ભારત-પાક મેચને રિઝર્વ ડેમાં શિફ્ટ કરવામાં આવી છે. હવે આવતીકાલે આ શાનદાર મેચ રમાશે.
UPDATE - Play has been called off due to persistent rains 🌧️
— BCCI (@BCCI) September 10, 2023
See you tomorrow (reserve day) at 3 PM IST!
Scorecard ▶️ https://t.co/kg7Sh2t5pM #TeamIndia | #AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/7thgTaGgYf
આવતીકાલે બપોરે 3 વાગ્યે મેચ શરૂ થશે. તમને જણાવી દઈએ કે આવતીકાલે સંપૂર્ણ 50 ઓવરની રમત રમાશે. એટલે કે, ટીમ ઈન્ડિયા 24.1 ઓવરથી આગળ રમશે. વરસાદ આવ્યો ત્યાં સુધી 24.1 ઓવર રમાઈ હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 17 રને અને વિરાટ કોહલી 08 રને અણનમ છે. આ પહેલા રોહિત શર્મા 56 રન બનાવીને આઉટ થયો હતો અને શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતને શાદાબ ખાને આઉટ કર્યો હતો જ્યારે ગિલને શાહીન આફ્રિદીએ પેવેલિયન મોકલ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને એશિયન ક્રિકેટ કાઉન્સિલે રિઝર્વ ડે રાખ્યો હતો. મેચ દરમિયાન જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે આખું મેદાન કવરથી ઢંકાઈ ગયું હતું. આ પછી, જ્યારે વરસાદ બંધ થયો, ત્યારે મેદાનના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે તે રમવાની સ્થિતિમાં નહોતો.
આવી સ્થિતિમાં, ગ્રાઉન્ડ સ્ટાફ તે જગ્યાઓને સુકવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો હતો. આ પછી ફરીથી વરસાદ શરૂ થતાં અમ્પાયરોએ આજની રમત રદ કરીને મેચને રિઝર્વ ડેમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો. હવે આ મેચ 11 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે તે જ જગ્યાએથી શરૂ થશે જ્યાં વરસાદને કારણે તેને રોકી દેવામાં આવી હતી.
પાકિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય કેપ્ટન પ્રથમ બેટિંગ કરવા જ માંગતો હતો. ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. બુમરાહ અને રાહુલ પરત ફર્યા હતા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.