શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીને ફટાફટ આઉટ કરવા ઓસ્ટ્રેલિયાએ શું ગોઠવી દીધો પ્લાન, જાણો રણનીતિ વિશે......
પેને કહ્યું કે જો મેદાન પર વસ્તુઓ બગડે છે તો તેની ટીમ પાછળ નહીં રહે, પેને કહ્યું દરેક મોટા ખેલાડી માટે ખાસ રણનીતિ હોય છે, એટલે અમે પણ કોહલી માટે ખાસ રણનીતિ બનાવી છે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ પહેલા બન્ને ટીમો પોતાની રણનીતિ તૈયાર કરવામા લાગી છે. ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયા માટે નહીં પરંતુ ખાસ વિરાટ કોહલી માટે નવો પ્લાન બનાવી દીધો છે, આ પ્લાન અંતર્ગત વિરાટ કોહલીને ફટાફટ આઉટ કરવા અને રન બનાવતો રોકવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી છે, આનો ખુલાસો ખુદ ટિમ પેને કર્યો છે.
પેને કહ્યું કે જો મેદાન પર વસ્તુઓ બગડે છે તો તેની ટીમ પાછળ નહીં રહે, પેને કહ્યું દરેક મોટા ખેલાડી માટે ખાસ રણનીતિ હોય છે, એટલે અમે પણ કોહલી માટે ખાસ રણનીતિ બનાવી છે.
(ફાઇલ તસવીર)
જ્યારે વસ્તુઓ કામ ના આવે ત્યારે અને આશા હોય કે આવી એક જ ટેસ્ટ જ હોય, તો અમારી પાસે રણનીતિ છે. જે કોહલી અને ટીમ ઇન્ડિયા સામે કામ કરશે. જો આમ ના થાય તો અમે બીજો પ્લાન પણ તૈયાર રાખ્યો છે. અમારી બૉલિંગ કોહલીને પરેશાન કરવા માટે તૈયાર છે, અમારા આક્રમણમાં વિવિધતા છે જે કોહલીને પરેશાન કરશે, અમારી પાસે સ્ટાર બૉલરો ઉપરાંત નાથન લિયોન છે, અને કેમરુન ગ્રીન પણ છે. અમારે કોહલી સામે અલગ એન્ગલથી બૉલિંગ નંખાવવી હશે તો અલગ સ્પીડ અને માર્નસ લાબુશાને પણ છે. અમારી પાસે ઘણા ઓપ્શન અવેલેબલ છે. પેને કહ્યું મિચેલ સ્ટાર્કની વાપસીથી અમારી મજબૂતી વધી છે, અને તેને પિન્ક બૉલથી બૉલિંગ કરવાનો સારો એવો અનુભવ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement