શોધખોળ કરો

AUS vs ENG: ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, ઈજાના કારણે બહાર થઈ શકે છે ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નર શુક્રવારે મનુકા ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચ પહેલા ઈજાગ્રસ્ત થયો છે.

David Warner Australia vs England: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નર શુક્રવારે મનુકા ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચ પહેલા ઈજાગ્રસ્ત થયો છે, બાદમાં સ્ટીવ સ્મિથ તેના સ્થાને ટોચના ક્રમે આવે તેવી શક્યતા છે. વોર્નરે બે T20Iમાં ઓપનિંગ માટે 73 અને 4 રનનું યોગદાન આપ્યું હતું. જોસ બટલરની ટીમે બંને મેચ જીતીને શ્રેણીમાં અજેય લીડ મેળવી લીધી હતી, જે ICC T20 વર્લ્ડ કપ માટે બંને ટીમો માટે નિર્ણાયક હતી. જોકે, બાદમાં એરોન ફિન્ચની ઓસ્ટ્રેલિયન ટીમ ત્રણ મેચની શ્રેણી હારી ગઈ હતી.

"ધ ઓસ્ટ્રેલિયન"ના લેખક પીટર લાલોરે શુક્રવારે જણાવ્યું હતું કે વોર્નર  ઈજાગ્રસ્ત છે. ઈંગ્લેન્ડ સામેની શ્રેણી બાદ, ઓસ્ટ્રેલિયા આગામી શનિવારે SCG ખાતે ન્યૂઝીલેન્ડ સામેની ટુર્નામેન્ટની શરૂઆત પહેલા તેની પ્રેક્ટિસ મેચમાં સોમવારે બ્રિસ્બેનમાં ભારત સામે ટકરાશે.

જોસ બટલરે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટી-20 શ્રેણીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 3 મેચમાં 110 રન બનાવ્યા છે. આ મામલામાં ડેવિડ મલાન બીજા નંબર પર છે. તેણે 101 રન બનાવ્યા છે. જ્યારે એલેક્સ હેલ્સ 88 રન સાથે ત્રીજા સ્થાને છે.સેમ કુરન સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર રહ્યો છે. તેણે 2 મેચમાં 5 વિકેટ લીધી છે. માર્કસ સ્ટોઇનિસે 3 મેચમાં 4 વિકેટ લીધી છે.

વોર્નરની વાત કરીએ તો તે ઓસ્ટ્રેલિયાની સર્વશ્રેષ્ઠ ખેલાડી રહી છે. તેણે ટીમ માટે અત્યાર સુધીમાં 95 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન તેણે 2850 રન બનાવ્યા છે. વોર્નરે આ ફોર્મેટમાં એક સદી અને 24 અડધી સદી ફટકારી છે. વોર્નરે 138 વનડેમાં 5799 રન બનાવ્યા છે. તેણે વનડેમાં 18 સદી અને 26 અડધી સદી ફટકારી છે.

ઈજાગ્રસ્ત બુમરાહને રિપ્લેસ કરશે મોહમ્મદ શમી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહના સ્થાને ટીમની જાહેરાત કરી છે. અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી ટી-20 વર્લ્ડ કપમાં બુમરાહનું સ્થાન લેશે. આ સાથે મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે જસપ્રીત બુમરાહ પીઠના દુખાવાના કારણે T20 વર્લ્ડ કપનો ભાગ નહીં બને. બુમરાહની જગ્યાએ મોહમ્મદ શમીનું નામ સૌથી આગળ હતું. પરંતુ મોહમ્મદ શમીની મેચ ફિટનેસ પ્રશ્નમાં હતી. ખરેખર, ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝ પહેલા શમી કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી મોહમ્મદ શમીએ નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેની ફિટનેસ પર કામ કરવું પડ્યું અને તેને બે દિવસ પહેલા ઓસ્ટ્રેલિયા જવાની પરવાનગી મળી.

બીસીસીઆઈએ તેના રિઝર્વ ખેલાડીઓની યાદીમાં પણ બે ફેરફાર કર્યા છે. મોહમ્મદ શમીના મુખ્ય ટીમમાં સમાવેશ સિવાય દીપક ચહર ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા જઈ શક્યો ન હતો. તેથી રિઝર્વ ખેલાડીઓના બે સ્લોટ ખાલી કરવામાં આવ્યા હતા. હવે મોહમ્મદ સિરાજને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં મોહમ્મદ શમીની જગ્યા આપવામાં આવી છે. જ્યારે શાર્દુલ ઠાકુરની જગ્યાએ દીપક ચહરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget