શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટી20 સીરીઝમાંથી હવે કેપ્ટન ફિન્ચ પણ થઇ શકે છે બહાર, જાણો શું છે કારણ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફિન્ચની ઇજા પર અપડેટ જાહેર કર્યુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે પહેલી મેચમાં ઇજાગ્રસ્ત થયા બાદ ફિન્ચનો સ્કેન કરાવ્યો છે. સ્કેનનુ રિઝલ્ટ આવ્યાની રાહ જોવાઇ રહી છે, અને ત્યારબાદ તેના ટી20 સીરીઝમાં રમવાને લઇને ફેંસલો લેવામાં આવી શકે છે
નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ ટી20 સીરીઝમાં ઓસ્ટ્રેલિયાને વધુ એક મોટો ફટકો પડી શકે છે. વોર્નર, ઓલરાઉન્ડર એસ્ટન એગર બાદ હવે કેપ્ટન એરોન ફિન્ચ પણ ટી20 સીરીઝમાંથી બહાર થઇ શકે છે. વૉર્નરની રિપ્લેસમેન્ટમાં ડી શોર્ટ અને એસ્ટન એગરના રિપ્લેસમેન્ટ તરીકે નાથન લિયૉનને કાંગારુ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એરોન ફિન્ચ ઇજાગ્રસ્ત હોવાથી બાકીની બન્ને ટી20 રમવા પર સવાલિયા નિશાન ઉભા થયા છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફિન્ચની ઇજા પર અપડેટ જાહેર કર્યુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે પહેલી મેચમાં ઇજાગ્રસ્ત થયા બાદ ફિન્ચનો સ્કેન કરાવ્યો છે. સ્કેનનુ રિઝલ્ટ આવ્યાની રાહ જોવાઇ રહી છે, અને ત્યારબાદ તેના ટી20 સીરીઝમાં રમવાને લઇને ફેંસલો લેવામાં આવી શકે છે.
ટી20 સીરીઝમાં પ્રથમ મેચ ગુમાવ્યા બાદ ફિન્ચની ઇજા કાંગારુ ટીમની મુશ્કેલીઓ વધારી શકે છે. જો એરોન ફિન્ચને ટી20 સીરીઝમાંથી બહાર થવાની સ્થિતિ આવે છે તો ઓસ્ટ્રેલિયન ટીમને ભારત સામે બન્ને નવા ઓપનરો સાથે રમવુ પડશે. એટલુ જ નહીં ફિન્ચની ગેરહાજરીમાં પણ કેપ્ટનને લઇને પણ સંકટ પેદા થશે. આવી સ્થિતિમાં એલેક્સ કેરી કે સ્ટીવ સ્મિથ કેપ્ટનશીપ કરી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભારતે પ્રથમ મેચ જીતીને 1-0થી લીડ બનાવી દીધી છે.
નોંધનીય છે કે ભારત વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં હારનો સામનો કર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઑલરાઉન્ડર એશ્ટન એગર ઈજાના કારણે ટી20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એગરના ટી20 સીરિઝમાંથી બહાર થવાની જાણકારી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion