શોધખોળ કરો
Advertisement
મેચ દરમિયાન બૉલરને બૉલ પર હેન્ડ સેનિટાઇઝર લગાવવુ ભારે પડ્યુ, કરાયો સસ્પેન્ડ
ફાસ્ટ બૉલર મિચ ક્લેડનને ઇંગ્લિશ કાઉન્ટી ક્લબ સસેક્સે ગયા મહિને મિડિલસેક્સ વિરુદ્ધ બૉબ વિલિસ ટ્રૉફીમાં મેચ દરમિયાન ક્રિકેટ બૉલ પર હેન્ડ સેનિટાઇઝર લગાવવાના આરોપ બદલ સસ્પેન્ડ કરી દેવાયો હતો. 37 વર્ષીય મિચ ક્લેડન હવે સરે વિરુદ્ધ આગામી મેચમાં નહીં રમી શકે
નવી દિલ્હીઃ કોરોના કાળ બાદ હવે ક્રિકેટ ફરીથી શરૂ છે, પરંતુ નિયમો બદલાયા છે. કેટલાક કડકો નિયમો સાથે ક્રિકેટ મેદાન ફરી ધમધમતા થયા છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર મિચ ક્લેડન આવા કડક નિયમોનો ભંગ કરવા બદલ દંડાયો છે, તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ફાસ્ટ બૉલર મિચ ક્લેડનને ઇંગ્લિશ કાઉન્ટી ક્લબ સસેક્સે ગયા મહિને મિડિલસેક્સ વિરુદ્ધ બૉબ વિલિસ ટ્રૉફીમાં મેચ દરમિયાન ક્રિકેટ બૉલ પર હેન્ડ સેનિટાઇઝર લગાવવાના આરોપ બદલ સસ્પેન્ડ કરી દેવાયો હતો. 37 વર્ષીય મિચ ક્લેડન હવે સરે વિરુદ્ધ આગામી મેચમાં નહીં રમી શકે.
સસેક્સે પોતાના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કહ્યું કે, મિચ ક્લેડનને અમે સસ્પેન્ડ કરી દીધો છે. કેમકે તેને મિડિલસેક્સ વિરુદ્ધ બૉલ પર હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કર્યો હતો, અને અમે હવે તેના પર આગળ કંઇ નથી કરવા માંગતા. મેચની પહેલી ઇનિંગમાં મિચ ક્લેડને આ કામને અંજામ આપ્યુ હતુ, તે સમયે તે ત્રણ વિકેટ પણ લઇ ચૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે કોરોના કાળના કારણે આઇસીસીએ નવા નિયમો આ વર્ષે બનાવ્યા છે, બૉલ પર લાળ લગાવવાની મનાઇ છે.
ઓસ્ટ્રેલિયન મિચ ક્લેડન એક અનુભવી ફાસ્ટ બૉલર છે, જેને 112 ફર્સ્ટ ક્લાસ મેચ, 110 લિસ્ટ એ મેચ અને 147 ટી20 મેચ રમી છે. તેની 310 એફસી વિકેટ પણ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion