શોધખોળ કરો
Advertisement
પંત કેમ વારંવાર અક્ષર પટેલ સામે જોઇને 'વસીમ... વસીમ....' કહીને બુમો પાડતો હતો, અક્ષરે ખોલ્યુ રાજ
મેચ બાદ જ્યારે અક્ષર પટેલને મેન ઓફ ધ મેચના એવોર્ડથી નવાજમાં આવી રહ્યો હતો, ત્યારે અક્ષરે પોતાને પાકિસ્તાની ખેલાડી વસીમ અકરમના નામથી કેમ બોલાવવામાં આવે છે, તે અંગે ખુલાસો કર્યો હતો
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાયેલી ત્રીજી ડે-નાઇટ ટેસ્ટમાં ભારતીય ટીમ જબરદસ્ત 10 વિકેટથી જીત મેળવી છે. આ સાથે જ ચાર ટેસ્ટની સીરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ નીકળી ગઇ છે. ભારતની જીતમાં મહત્વનો ભાગ સ્ટાર સ્પીનર અક્ષર પટેલનો રહ્યો, અક્ષરે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ અને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપીને ઇંગ્લિશ ટીમને બેકફૂટ પર લાવી દીધી, અને ભારતને જીત અપાવી દીધી હતી. અક્ષરને આ દમદાર પ્રદર્શનના કારણે તેને ડે-નાઇટ ટેસ્ટમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
મેચ બાદ જ્યારે અક્ષર પટેલને મેન ઓફ ધ મેચના એવોર્ડથી નવાજમાં આવી રહ્યો હતો, ત્યારે અક્ષરે પોતાને પાકિસ્તાની ખેલાડી વસીમ અકરમના નામથી કેમ બોલાવવામાં આવે છે, તે અંગે ખુલાસો કર્યો હતો.
મેચ દરમિયાન જ્યારે અક્ષર પટેલ બૉલિંગ કરી રહ્યો હતો ત્યારે વારંવારં સ્ટમ્પની પાછળથી ઋષભ પંત તેને વસીમ ભાઇ, વસીમ ભાઇ કહીને બોલાવી રહ્યો હતો.
અક્ષરે આનો ખુલાસો કરતાં કહ્યું કે- મારી આર્મ બૉલ ખુબ ઘાતક છે, અજિંક્યે રહાણે મને આ નામથી બોલાવે છે, અને મેચ દરમિયાન ઋષભ પંતે આ નામ પકડી પાડ્યુ અને, તે વારંવાર મને પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમના નામથી, વસીમ ભાઇ.... વસીમ ભાઇ કહીને બોલાવવા લાગ્યો હતો.
અક્ષરે કહ્યું કે મારુ પ્રદર્શન સારુ રહ્યું અને હું ઇચ્છુ છુ કે નેક્સ્ટ ટેસ્ટમાં પણ આવી જ પીચ મળે અને હું વધુમાં વધુ વિકેટ ઝડપી શકુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement