શોધખોળ કરો

'સર્જરીની જરૂર છે, હવે બસ....' ભારત સામે કારમી હારથી ગુસ્સે થયેલા PCB અધ્યક્ષે પાકિસ્તાની ટીમને આપી ચેતાવણી

IND vs PAK, T20 World Cup 2024: પાકિસ્તાની મીડિયા અનુસાર, નકવીએ કહ્યું- મને લાગે છે કે મેચ જીતવા માટે પાકિસ્તાનની ટીમમાં કેટલાક ફેરફાર કરવાની જરૂર છ

IND vs PAK, T20 World Cup 2024: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ ભારત સામે અમેરિકામાં રમાઇ રહેલા T20 વર્લ્ડકપમાં હાર બાદ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બાબર આઝમની આગેવાનીવાળી ટીમમાં ફેરફાર કરવાની જરૂર છે. ન્યૂયોર્કમાં ભારત સામે રમાયેલી મેચમાં પાકિસ્તાનને 120 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તેની ટીમ સાત વિકેટે 113 રન જ બનાવી શકી હતી.

પાકિસ્તાન ટીમમાં ફેરફારની જરૂર 
પાકિસ્તાની મીડિયા અનુસાર, નકવીએ કહ્યું- મને લાગે છે કે મેચ જીતવા માટે પાકિસ્તાનની ટીમમાં કેટલાક ફેરફાર કરવાની જરૂર છે. હવે મને લાગે છે કે ટીમમાં કેટલાક મહત્વના ફેરફાર કરવા પડશે અને નકવીએ પણ કહ્યું કે હવે એવા ખેલાડીઓ પર ધ્યાન આપવાની જરૂર છે જેઓ ટીમની બહાર છે.

અમેરિકા બાદ ભારત સામે મેચ હારવાથી નકવી નારાજ 
તેમને કહ્યું- અમે અમેરિકા અને હવે ભારત સામે જે રીતે મેચ હારી છે તે ખૂબ જ નિરાશાજનક છે. આપણે હવે એવા ખેલાડીઓ પર નજર રાખવાની છે જેઓ અત્યારે ટીમમાં નથી. દરેક વ્યક્તિ પૂછે છે કે ટીમ શા માટે સારું પ્રદર્શન નથી કરી રહી. અત્યારે વર્લ્ડકપ ચાલી રહ્યો છે, પરંતુ આપણે ચોક્કસપણે ઘણી બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે.

પાકિસ્તાની ટીમ મુશ્કેલ સ્થિતિમાં 
સુપર-8માં સ્થાન મેળવવા માટે પાકિસ્તાને કેનેડા અને આયરલેન્ડ સામેની આગામી બે મેચો મોટા માર્જિનથી જીતવી પડશે અને અન્ય ટીમોના પરિણામો સાનુકૂળ રહે તે માટે પ્રાર્થના કરવી પડશે. જો અમેરિકા આયરલેન્ડને હરાવશે તો પાકિસ્તાનની ટીમ આપોઆપ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

વનડે વર્લ્ડકપ 2023 બાદ થયો હતો મોટો ફેરફાર 
ગયા વર્ષે રમાયેલા ICC ODI વર્લ્ડકપમાં પણ પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ટીમ લીગ રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. આ પછી પીસીબીની સાથે-સાથે પાકિસ્તાન ટીમની કેપ્ટનશિપમાં પણ મોટા ફેરફારો થયા છે. બાબરે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. શાહીન ટી20માં કેપ્ટન બન્યો હતો. સાથે જ શાન મસૂદને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

ફરીથી કેપ્ટનશીપમાંથી હટી શકે છે બાબર આઝમ 
જો કે, આ વર્ષે નકવી ઝકા અશરફની જગ્યાએ પીસીબી ચીફ બન્યા અને ત્યારબાદ કેપ્ટનમાં ફેરફાર થયો. બાબર T20 કેપ્ટન તરીકે પરત લાવવામાં આવ્યો, હવે T20 વર્લ્ડકપમાં પણ પાકિસ્તાનની ટીમ ખરાબ હાલતમાં છે. આવી સ્થિતિમાં ટી-20 વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ ફરી એકવાર બાબર પાસેથી કેપ્ટન્સી છીનવાઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget