શોધખોળ કરો

BAN vs AFG: બાંગ્લાદેશે જીત સાથે વર્લ્ડ કપની શરુઆત કરી, પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને ખરાબ રીતે આપી હાર 

ODI વર્લ્ડ કપ 2023 ની ત્રીજી મેચ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં બાંગ્લાદેશનો 6 વિકેટે વિજય થયો હતો.

Bangladesh Vs Afghanistan: ODI વર્લ્ડ કપ 2023 ની ત્રીજી મેચ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં બાંગ્લાદેશનો 6 વિકેટે વિજય થયો હતો. ટૂર્નામેન્ટમાં બંને ટીમોની આ પ્રથમ મેચ હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમ 37.2 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં બાંગ્લાદેશે 34.4 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

બાંગ્લાદેશે શરૂઆતમાં બે વિકેટ ગુમાવી દીધી હતી

157 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી બાંગ્લાદેશની ટીમે 5મી ઓવરના પ્રથમ બોલ પર 19 રનના સ્કોર પર તાંદીઝ હસનના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર તંદિજ માત્ર 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ટીમનો બીજો ઓપનર લિટન દાસ 7મી ઓવરના ચોથા બોલ પર આઉટ થયો હતો. લિટન દાસ 2 ચોગ્ગાની મદદથી 13 (18) રન બનાવીને પેવેલિયન ગયો હતો.

મેહદી હસન મિરાજે અડધી સદી ફટકારી હતી

ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા મેહદી હસન મિરાજે બાંગ્લાદેશને સ્થિરતા પૂરી પાડી હતી. તેણે 5 ચોગ્ગાની મદદથી 57 (73) રનની ઇનિંગ રમી હતી. મેહદી હસન 29મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હકે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી બાંગ્લાદેશની ચોથી વિકેટ કેપ્ટન શાકિબ અલ હસનના રૂપમાં પડી. કેપ્ટન શાકિબ 14 (19) રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.

નઝમુલ હુસૈન શાંતોએ અણનમ અડધી સદી સાથે જીત અપાવી

ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા નઝમુલ હુસૈન શાંતોએ અણનમ અડધી સદી રમીને ટીમને જીત અપાવી હતી. તેની સાથે મુશ્ફિકુર રહીમ અણનમ પરત ફર્યો હતો. શાંતો 59 (83) અને મુશફિકુર રહીમ 2  રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.

આવી રહી અફઘાનિસ્તાનની બોલિંગ    

અફઘાનિસ્તાન માટે રાશિદ ખાને સૌથી વધુ 9 ઓવર ફેંકી, જેમાં તેણે 48 રન આપ્યા હતા.  તે કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. જ્યારે ફઝલ હક ફારૂકી, નવીન ઉલ હક અને અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​1-1 વિકેટ લીધી હતી.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget