શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs NZ: બીજી ટેસ્ટ નહીં રમે ઋષભ પંત ? ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ આ ધાંસૂ ખેલાડીને મળશે સ્થાન

Rishabh Pant Injury Update: ટીમ મેનેજમેન્ટ દ્વારા ધ્રુવ જુરેલને ટેસ્ટ કરાવવો ટીમ ઈન્ડિયાના હિતમાં હોઈ શકે છે

Rishabh Pant Injury Update: બેંગલુરુ ટેસ્ટ મેચમાં ભારતને ન્યૂઝીલેન્ડના હાથે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી શરૂ થવાની છે, જે પુણેમાં રમાશે, પરંતુ બીજી મેચની શરૂઆત પહેલા ઋષભ પંતની ઈજા ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. પંતને પ્રથમ ટેસ્ટ મેચમાં જમણા ઘૂંટણમાં બોલ વાગતા ઈજા થઈ હતી. આ કારણે તે બીજા દિવસ પછી વિકેટ કીપિંગ કરતો જોવા મળ્યો ન હતો.

હવે એક મીડિયા રિપોર્ટ અનુસાર, પસંદગીકારોએ ઋષભ પંતને રમવા કે નહીં રમવાનો નિર્ણય સંપૂર્ણપણે ટીમ મેનેજમેન્ટ પર છોડી દીધો છે. પ્રથમ ટેસ્ટ મેચમાં બીજા દિવસ પછી ધ્રુવ જુરેલ વિકેટકીપિંગ કરતો જોવા મળ્યો હતો. તેથી, જો પંત બીજી ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં તો ધ્રુવ જુરેલનું પ્લેઈંગ ઈલેવનમાં વાપસી નિશ્ચિત બની જશે. જુરેલે ભારત માટે અત્યાર સુધી 3 ટેસ્ટ મેચમાં 63.33ની એવરેજથી 190 રન બનાવ્યા છે. આ વર્ષે તેણે ઈંગ્લેન્ડ સામે 90 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ટીમ મેનેજમેન્ટ દ્વારા ધ્રુવ જુરેલને ટેસ્ટ કરાવવો ટીમ ઈન્ડિયાના હિતમાં હોઈ શકે છે. કારણ કે તે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. બીજી તરફ, ગયા રવિવારે રિષભ પંતે કહ્યું હતું કે જીવનમાં અને કરિયરમાં ઉતાર-ચઢાવ આવશે, પરંતુ તેણે દરેક વખતે હિંમતભેર તેનો સામનો કરવો પડશે.

ભારતને હારથી બચાવી ના શક્યો ઋષભ પંત - 
બેંગલુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજીતરફ, જવાબમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 356 રનની જંગી લીડ મેળવી લીધી હતી. આવી સ્થિતિમાં ભારતને બીજા દાવમાં જીતનો માર્ગ મોકળો કરવા માટે કિવી ટીમ કરતા મોટો સ્કોર કરવાની જરૂર હતી. પંતે ભારતની બીજી ઇનિંગમાં 99 રનની મહત્વની ઇનિંગ રમી હતી અને 150 રન બનાવનાર સરફરાઝ ખાન સાથે 177 રનની ભાગીદારી પણ કરી હતી. પરંતુ પંત-સરફરાઝની આ ઈનિંગ્સ ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં નિષ્ફળ સાબિત થઈ.

આ પણ વાંચો

T20 WC: સાઉથ આફ્રિકાને હરાવીને વિશ્વ વિજેતા બન્યું ન્યૂઝીલેન્ડ, જુઓ ટીમની ઉજવણીની તસવીરો 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patidar Leader Attack :  શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારValsad Rape With Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યા કરનાર નીકળ્યો સિરિયલ કિલરClashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Embed widget