BBL: ક્રિકેટ ના રમતી હોય ત્યારે ટ્રક ડ્રાઇવરની નોકરી કરીને કમાણી કરીએ સ્ટાર મહિલા ક્રિકેટર, જાણો લાઇફ સ્ટૉરી
સૈમી જૉ જૉન્સન ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટમાં એવુ નામ છે, જે હાલમાં ક્રિકેટ રમવાના બદલે મેદાનની બહાર અનેક વસ્તુઓને લઇને ચર્ચામાં છે
Sammy-Jo Johnson BBL: ભારતીય ક્રિકેટરો અને અન્ય દેશના ક્રિકેટરોમાં ઘણો ફરક છે, દરેકની લાઇફ સ્ટાઇલ અલગ છે, અન્ય દેશોના ક્રિકેટરો જ્યારે પણ ક્રિકેટમાંથી નવરાશ મળે કે પછી ક્રિકેટમાં સિલેક્શન ના થયુ હોય ત્યારે તેઓ અન્ય કામ કરીને પોતાની લાફઇ ચલાવતા હોય છે, પરંતુ ભારતમાં ક્રિકેટરોની લાઇફ થોડી અલગ છે. આવી જ એક સ્ટૉરી છે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર સૈમી જૉ જૉન્સનની.
સૈમી જૉ જૉન્સન ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટમાં એવુ નામ છે, જે હાલમાં ક્રિકેટ રમવાના બદલે મેદાનની બહાર અનેક વસ્તુઓને લઇને ચર્ચામાં છે. મહિલા ક્રિકેટર સૈમી જૉ જૉન્સન ક્રિકેટ રમવાને બદલે હાલમાં ટ્રક ચલાવવાનું કામ કરી રહી છે. તાજેતરમાં મહિલા બિગ બેશ લીલમાં તરખાટ મચાવનારી સૈમી જૉ જૉન્સનને ટ્રક ચલાવતા જોવામાં આવી છે. જ્યારે સૈમી જૉ જૉન્સન ક્રિકેટ ના રમતી હોય તે સમયે તે તે ટ્રક ચલાવે છે.
સૈમી જૉ જૉન્સન જે કંપનીમાં ટ્રક ચલાવે છે, ત્યાં માત્ર બે મહિલા ડ્રાઇવર છે, પરંતુ તે ઇચ્છે છે કે, વધુમાં વધુ મહિલાઓ આ ધંધામાં સામેલ થાય, અને આનો આનંદ લે. આ વખતે બિગ બેશ લીગમાં સૈમી જૉ જૉન્સનનું પ્રદર્શન ખાસ ન હતુ રહ્યું, પરંતુ અગાઉ આ લીગમાં તે તરખાટ મચાવી ચૂકી છે. જોકે, હાલમાં ક્રિકેટના બદલે ટ્રક ચલાવવામાં લાગી છે. સૈમી જૉ જૉન્સનનુ માનવુ છે કે ટ્રક ડ્રાઇવર હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે જ્યારે તમે સવારે નીકળો છો, તો તમને એ નથી ખબર હોતી કે તમારી યાત્રા ક્યાં સમાપ્ત થવાની છે.
Something that has been keeping me pre occupied outside of cricket. Hoping a few more females step outside their comfort zone and give it a go.
— Sammy-Jo Johnson (@SammyJoJohnson2) November 23, 2022
The old boy would be pumped I'm giving it a crack!
Thanks @thunderbbl & @cricketnsw for supporting me pursue stuff outside of cricket. pic.twitter.com/mOCKhp2ao6
બિગ બેશ લીગમાં મચાવી ચૂકી છે ધમાલ -
સૈમી જૉ જૉન્સન બિગ બેશ લીગની પહેલી સિઝનમાં રમી હતી, અને આ ટૂર્નામેન્ટામાં તેને રેકોર્ડ ખુબ પ્રભાવશાળી રહ્યો છે. તેને અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં 104 મેચોમાં 94 વિકેટો ઝડપી છે, અને આ દરમિયાન તેની ઇકોનૉમી 7 થી ઓછી રહી છે, આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટો લેનારી બૉલરની વાત કરવામા આવે તો સૈમી જૉ જૉન્સન આ લિસ્ટમાં 10માં નંબર પર છે. આ ઉપરાંત તેને ટૂર્નામેન્ટમાં 805 રન પણ બનાવ્યા છે.