BCCI Central Contract 2022: BCCIએ જાહેર કર્યો ભારતીય ખેલાડીઓનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ, આ બે ગુજરાતી ખેલાડીઓને થયું ભારે નુકસાન
નવા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ઘણા દિગ્ગજ ભારતીય ખેલાડીઓને નુકસાન થયું છે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો છે. નવા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ઘણા દિગ્ગજ ભારતીય ખેલાડીઓને નુકસાન થયું છે. કેપ્ટન રોહિત શર્મા, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ BCCIના નવા વાર્ષિક કરારમાં A+ (A+) ગ્રેડમાં છે.
Veteran wicketkeeper-batter Wriddhiman Saha dropped from Grade B to C in BCCI central contracts after his axing from Test team
— Press Trust of India (@PTI_News) March 2, 2022
પૂજારા અને રહાણેને નુકસાન
અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને નવા વાર્ષિક કરારમાં મોટું નુકસાન થયું છે. આ સિવાય ઈજાના કારણે ટીમની બહાર રહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ડિમોટ થયો છે. રહાણે અને પુજારા એ ગ્રેડમાંથી બી ગ્રેડમાં આવ્યા છે. તે જ રીતે હાર્દિક પંડ્યા એ ગ્રેડમાંથી સીમાં મુકવામાં આવ્યો છે. આ સિવાય અનુભવી વિકેટ-કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરાયા બાદ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં B થી C ગ્રેડમાં રાખવામાં આવ્યો છે.
Ajinkya Rahane and Cheteshwar Pujara dropped from Grade A to B in latest BCCI central contracts; Hardik Pandya demoted from Grade A to C
— Press Trust of India (@PTI_News) March 2, 2022
BCCI ખેલાડીઓને ચાર કેટેગરીમાં પેમેન્ટ કરે છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ ખેલાડીઓને ચાર શ્રેણીમાં સેલેરી આપે છે. આમાં A+ (A+), A (A), B (B) અને C (C) કેટેગરીનો સમાવેશ થાય છે. A+ ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. તે જ રીતે A ગ્રેડ ધરાવતા લોકોને 5 કરોડ રૂપિયા મળે છે. આ સિવાય B ગ્રેડમાં આવનારને 3 કરોડ રૂપિયા અને C ગ્રેડવાળાને 1 કરોડ રૂપિયા વાર્ષિક મળે છે.