કોહલી અને રોહિતના ખરાબ ફોર્મની T20 વર્લ્ડ કપ પર અસર અંગે BCCI પ્રમુખ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન
આ વર્ષની આઈપીએલમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનું ખરાબ પ્રદર્શન રહ્યું છે જેને લઈ આવનારા ટી20 વર્લ્ડ કપમાં તેમના પ્રદર્શન અંગે સવાલ થઈ રહ્યા છે.
Sourav Ganguly on Virat Kohli: IPL 2022 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના બેટ્સમેન વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન યથાવત છે. કોહલી આ સિઝનમાં સતત ઓછા રન બનાવીને આઉટ થઈ રહ્યો છે. આ સાથે મુંબઈ ઈંડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા પણ ફ્લોપ સાબિત થયો છે. આ વર્ષના ઓક્ટોમ્બર મહિનામાં ઓસ્ટ્રિલાયમાં ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) રમાનાર છે. પરંતુ ટીમ ઈન્ડિયાના બે મુખ્ય બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માનું ખરાબ ફોર્મ આગામી ટી20 વર્લ્ડ કપ માટે સારા સંકેત નથી. ત્યારે હવે કોહલી અને રોહિતના ખરાબ ખરાબ પ્રદર્શન અંગે BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ નિવેદન આપ્યું છે.
ખેલાડીઓ ફોર્મમાં આવી જશેઃ ગાંગુલી
BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં હજી ઘણો સમય બાકી છે. ગાંગુલીનું માનવું છે કે, ઓસ્ટ્રેલિયામાં થનાર ટી20 વર્લ્ડ કપની પહેલાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ફોર્મમાં આવી જશે. તેમણે કહ્યું કે, "રોહિત શર્મા અને વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શનની મને કોઈ ચિંતા નથી. મને ખબર છે કે, બંને સારા ખેલાડી છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં હજી ઘણો સમય બાકી છે. એટલા માટે મને સંપુર્ણ વિશ્વાસ છે કે વર્લ્ડ કપની પહેલાં બંને દિગ્ગજ બેટ્સમેન ફોર્મમાં આવી જશે." જો કે, ઓસ્ટ્રેલિયામાં થનારા ટી 20 વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સાથે 5 ટી20 મેચ રમશે. આ સિવાય ઈંગ્લેન્ડ અને આયરલેન્ડ સાથે પણ ટીમ ઈન્ડિયા T20 સીરીઝ રમશે. આ સાથે-સાથે T20 વર્લ્ડ કપની શરુઆતના પહેલાં જ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે પણ ટી20 સીરીઝ રમશે.
આ પણ વાંચોઃ