PM Modi Gujarat Visit: પીએમ મોદી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને મનાવવા ક્યાં કરશે સભા ? જાણો ભાજપની શું છે રણનીતિ
PM Modi Gujarat Visit 2022: પ્રધાનમંત્રી મોદી 28 મે ના રોજ ગુજરાત આવી રહ્યા છે, જે બાદ તેઓ સંભવિત રીતે 12 મી જૂને નવસારી જિલ્લાની મુલાકાત લેશે.

PM Modi Gujarat Visit: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પીએમ મોદીએ ગૃહવતનમાં આંટા ફેરા વધારી દીધા છે. પ્રધાનમંત્રી મોદી 28 મે ના રોજ ગુજરાત આવી રહ્યા છે, જે બાદ તેઓ સંભવિત રીતે 12 મી જૂને નવસારી જિલ્લાની મુલાકાત લેશે. ચીખલી તાલુકાના ખુડવેલ ગામે સભા ગજવશે. છેલ્લા અનેક સમયથી પાર તાપી નર્મદા લીંક પ્રોજેક્ટને લઇને આદિવાસી સમાજમાં નારાજગી વધી છે, જેથી આદિવાસી વિસ્તારના રિસાયેલા આદિવાસીઓને મનાવવાનો તખ્તો ઘડાયો છે. આશરે 3 લાખ મેદની ઉમટી પડવાની સંભાવના છે. આદિવાસી બેઠકો કબ્જે કરવા માટે ભાજપે રણનીતિ તૈયાર કરી છે. કોંગ્રેસનો ગઢ વાસદા વિધાનસભા કબ્જે કરવા ભાજપે માસ્ટર સ્ટ્રોક તૈયાર કર્યો છે.
મોદી કેમ આવશે 28 મેના રોજ ગુજરાત
28 મી એ સવારે ગાંધીનગરમાં સહકાર મહા સંમેલન પીએમ મોદી સંબોધન કરશે તે બાદ સાંજે રાજકોટમાં હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં 2 લાખ પાટીદારોને સંબોધન કરશે. આપને એ પણ જણાવી દઈએ કે રાજકોટમાં પાટીદાર ગ્લોબલ હોસ્પિટલ લોકાર્પણ કાર્યક્ર્મ માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમની વિગતો PMOએ કલેકટર પાસેથી માંગી છે. પાટીદાર ગ્લોબલ હોસ્પિટલ વિશે વાત કરીએ તો 40 કરોડના ખર્ચે 200 બેડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ નિર્માણ કરાયું છે. પાટીદાર સમાજ ટ્રસ્ટ તરફથી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.
થોડા સમયથી મોદી પાટીદાર સમાજ પર વિશેષ ધ્યાન આપી રહ્યા હોય તેમ લાગે છે. તાજેતરમાં સુરતના સરથાણામાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું પીએમ મોદીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યુ હતુ. કચ્છમાં 15 એપ્રિલે કે.કે.સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું પણ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યુ હતું. આ પહેલા ત્રણ દિવસ તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા.
આ પણ વાંચોઃ
Kesar Mango: કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલામાં ઉત્પાદન ઘટવાનો અંદાજ, જાણો 10 કિલોનો શું છે ભાવ
Ahmedabad: SG હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર-એક્ટિવાની ટક્કરમાં વિદ્યાર્થીનું કરૂણ મોત
Cotton Price: ખેડૂતો માટે ખુશીના સમાચાર, કપાસના ભાવ ઓલ ટાઈમ હાઈ




















