Jay Shah ICC Chairman: જય શાહ બન્યા ICCના નવા ચેરમેન, એક ડિસેમ્બરથી સંભાળશે જવાબદારી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના અધ્યક્ષ બન્યા છે.
Jay Shah ICC Chairman: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના અધ્યક્ષ બન્યા છે. ICCના અધ્યક્ષ બનનાર તે સૌથી યુવા ભારતીય છે. જય શાહ 36 વર્ષની ઉંમરે આ જવાબદારી સંભાળશે. જય શાહ પહેલા ભારતના અન્ય દિગ્ગજ નેતાઓ આ પદ સંભાળી ચૂક્યા છે. મહત્વની વાત એ છે કે જય શાહ બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. હવે તેઓ 1 ડિસેમ્બરે જવાબદારી સંભાળશે. આ માટે જય શાહે BCCI સેક્રેટરીનું પદ છોડવું પડશે.
BCCI Secretary Jay Shah has been elected unopposed as the next Independent Chair of the International Cricket Council (ICC). He will assume this role on December 1, 2024: ICC pic.twitter.com/W3ca8MMAYw
— ANI (@ANI) August 27, 2024
જય શાહ હવે ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. આઈસીસીના અધ્યક્ષ પદ માટે જય શાહ એક માત્ર દાવેદાર હતા. આવી સ્થિતિમાં ચૂંટણી થઇ નહી અને જય શાહ બિનહરીફ ચૂંટાયા હતા. નોંધનીય છે કે અરજી કરવાની છેલ્લી તારીખ મંગળવાર (27 ઓગસ્ટ) હતી.
ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. તેમણે સતત બીજી વખત આ પદ સંભાળ્યું છે. પરંતુ તેમણે તાજેતરમાં ત્રીજી ટર્મ માટેની રેસમાંથી હટવાનો નિર્ણય લીધો હતો.
ICC ચેરમેન દરેક બે વર્ષની ત્રણ મુદત માટે પાત્ર છે અને ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેએ અત્યાર સુધીમાં 4 વર્ષ પૂર્ણ કર્યા છે. બાર્કલેને નવેમ્બર 2020 માં ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2022માં આ પદ માટે ફરીથી ચૂંટાયા હતા.
જય શાહ ચેરમેન પદના પ્રબળ દાવેદાર કેમ હતા?
શાહને ICC બોર્ડના સૌથી પ્રભાવશાળી ચહેરાઓમાંના એક ગણવામાં આવે છે. તેઓ હાલમાં ICCની શક્તિશાળી ફાઇનાન્સ અને કોમર્શિયલ મામલાની સબ-કમિટીના વડા છે.
મત આપનારા 16 સભ્યો સાથે તેમના ખૂબ સારા સંબંધો છે. હાલમાં શાહ પાસે બીસીસીઆઈ સેક્રેટરી તરીકેના કાર્યકાળમાં એક વર્ષ બાકી છે, ત્યારબાદ તેમણે ઓક્ટોબર 2025થી ત્રણ વર્ષનો ફરજિયાત બ્રેક (કૂલિંગ ઓફ પીરિયડ) લેવો પડશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા BCCIના બંધારણ મુજબ, એક પદાધિકારી ત્રણ વર્ષના કુલિંગ ઓફ પીરિયડ પહેલા છ વર્ષ સુધી હોદ્દો સંભાળી શકે છે. કુલ મળીને એક વ્યક્તિ કુલ 18 વર્ષ સુધી આ પદ સંભાળી શકે છે - રાજ્ય એસોસિએશનમાં નવ વર્ષ અને BCCIમાં નવ વર્ષ.
શાહ સૌથી યુવા ચેરમેન બનશે?
આ નિમણૂક સાથે 35 વર્ષની વયે જય શાહ ICCના ઇતિહાસમાં સૌથી યુવા અધ્યક્ષ બની ગયા છે. નોંધનીય છે કે જગમોહન ડાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહર એવા ભારતીય છે જેમણે ભૂતકાળમાં ICCનું નેતૃત્વ કર્યું છે.