શોધખોળ કરો

IND vs PAK Asia Cup 2025: એશિયા કપમાં પાકિસ્તાનનો કેમ બોયકૉટ ના કર્યો? BCCIએ પ્રથમવાર તોડ્યું મૌન

IND vs PAK Asia Cup 2025: એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે

IND vs PAK Asia Cup 2025: એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, બંને વચ્ચેની મેચ 14 સપ્ટેમ્બરે રમાવાની છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચનો બહિષ્કાર કરી શકે છે, પરંતુ ભારત સરકારના નિર્ણય પછી સ્પષ્ટ થઈ ગયું છે કે આ મેચ 14 સપ્ટેમ્બરે યોજાશે. જોકે, ઘણા લોકો આ નિર્ણયની વિરુદ્ધ પણ છે. આ અંગે BCCI સચિવ દેવજીત સૈકિયા તરફથી એક મોટું નિવેદન આવ્યું છે.

એનડીટીવી સાથેની વાતચીતમાં સૈકિયાએ કહ્યું હતું કે, "કેન્દ્ર સરકારના રમતગમત વિભાગે ક્રિકેટ કે અન્ય કોઈપણ રમતમાં ભારતીય ટીમની ભાગીદારી અંગે માર્ગદર્શિકા અને નીતિઓ નક્કી કરી છે. નીતિ બનાવતી વખતે મારું માનવું છે કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે રમતગમત ફેડરેશનોને મદદ કરવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં ખૂબ જ કાળજીપૂર્વક નિર્ણય લીધો છે. આ મુજબ અમે કોઈપણ મલ્ટીટીમ ટુર્નામેન્ટમાં ભાગીદારી અંગે નિર્ણય લઈ શકીએ છીએ."

બહિષ્કાર પછી કાર્યવાહી થઈ શકે છે

દેવજીત સૈકિયાએ સમજાવ્યું કે રમતગમતની દુનિયામાં પાકિસ્તાનનો સંપૂર્ણ બહિષ્કાર કેમ શક્ય નથી. તેમણે કહ્યું કે મલ્ટી-ટીમ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમવાનો ઇનકાર કર્યા પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલ અથવા ICC કડક કાર્યવાહી કરી શકે છે. આ ઉપરાંત, તેમને લાગે છે કે આ યુવા ખેલાડીઓના ભવિષ્ય માટે યોગ્ય રહેશે નહીં.

સૈકિયાએ કહ્યું હતું કે, "કેન્દ્ર સરકારે ફેડરેશનના હિત તેમજ ખેલાડીઓની ચિંતાઓ સહિત તમામ પરિબળોને ધ્યાનમાં લીધા છે. જો મલ્ટી-ટીમ ટુર્નામેન્ટ હોય અને કોઈ ટીમ તેમાં ભાગ ન લે તો ચોક્કસ ફેડરેશન પર પણ પ્રતિબંધ લગાવી શકાય છે. આવી સ્થિતિમાં યુવા ખેલાડીઓ અને તેમની કારકિર્દી બરબાદ થઈ જશે."

ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી રમતી નથી

છેલ્લા ઘણા વર્ષોથી ભારત પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી રમી રહ્યું નથી. તાજેતરમાં ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારત કોઈપણ રમતમાં પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી રમવાનું ચાલુ રાખશે નહીં, પરંતુ ટીમ ઈન્ડિયા મલ્ટી-ટીમ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમશે.

ભારત-પાકિસ્તાન ટક્કર 3 વખત થઈ શકે છે

એક જ ગ્રુપમાં હોવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ ફિક્સ છે, જે 14 સપ્ટેમ્બરના રોજ યોજાશે. બંને સુપર-4માં સ્થાન મેળવશે તેવી પૂરી શક્યતા છે તેથી આ બંને વચ્ચે ફરી એકવાર 21 સપ્ટેમ્બરે મેચ થઈ શકે છે. જો બંને ફાઇનલમાં પહોંચે છે તો એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 3 મેચ રમાશે.

ટોપ સ્ટોરી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget