શોધખોળ કરો

આજથી 22 વર્ષ પહેલા શારજાહમાં આવી હતી સચિનની આંધી, શેન વોર્નના ઉડી ગયા હતો હોશ

મેચમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરતાં 7 વિકેટના નુકસાન પર 284 રન બનાવ્યા હતા. મેચમાં આંધીના કારણે વિક્ષેપ પડ્યો હતો. જેના કારણે ભારતને મેચ જીતવા 46 ઓવરમાં 276 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

નવી દિલ્હીઃ આજથી 22 વર્ષ પહેલા ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકરે 22 એપ્રિલ, 1998માં શારજહામાં ઓસ્ટ્રેલિયા સામે યાદગાર ઈનિંગ રમી હતી. સચિને 143 રન બનાવ્યા હતા, જે ત્યારે તેના કરિયરનો શ્રેષ્ઠ સ્કોર હતો પરંતુ તેની આ ઈનિંગ મેચ જીતાડી શક્યું નહોતું. 1998માં કોકા કોલા કપની ક્વોલિફાઈિંગ મેચમાં ટીમ ઈન્ડિયાની 26 રનથી હાર થઈ હતી. સચિને એકલા હાથે 143 રનની ઈનિંગ રમી હોવા છતાં ભારતની હાર થઈ હતી. જોકે સચિનની ઈનિંગના કારણે ભારત ફાઈલનમાં ક્વોલિફાય થયું અને ટ્રોફી જીતી હતી. મેચમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરતાં 7 વિકેટના નુકસાન પર 284 રન બનાવ્યા હતા. મેચમાં આંધીના કારણે વિક્ષેપ પડ્યો હતો. જેના કારણે ભારતને મેચ જીતવા 46 ઓવરમાં 276 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતીય ટીમે 5 વિકેટના નુકસાન પર 250 રન બનાવી નેટ રન રેટના આધારે ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ મેચમાં જ્યારે રેતીનું તોફાન (આંધી)આવ્યું ત્યારે સચિન પણ ગભરાઈ ગયો હતો. તે બેટિંગ કરતો હતો. તેણે આ અંગે એક વખત કહ્યું કે, મને લાગતું હતું કે ઓછું વજન હોવાના કારણે તોફાનમાં ક્યાંક ઉડી ન જાવ, ત્યારે મારા દિમાગમાં એવો વિચાર આવ્યો હતો કે ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર એડમ ગિલક્રિસ્ટને પકડીને બચી શકાય છે. સચિન એક છેડા પર ઉભો રહ્યો અને રન બનાવતો રહ્યો, તેણે 131 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. ઓપનિંગમાં આવેલો સચિન 43મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. સચિન બાદ ટીમમાં સર્વોચ્ચ સ્કોર 35 રન નયન મોંગિયાનો હતો. સચિને શેન વોર્ન, કાસ્પ્રોવિઝ, સ્ટીવ વૉ, ટૉમ મૂડી સહિત ઓસ્ટ્રેલિયાના તમામ બોલરને નિર્દયતાથી ફટકાર્યા હતા. ફાઈનલમાં પણ સચિને શાનદાર ઈનિંગ રમીને ભારતને જીતાડ્યું હતું. આ સીરિઝ બાદ શેન વોર્ને કબૂલાત કરી હતી કે, મને સપનામાં પણ સચિનની સિક્સર દેખાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા

Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   

ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!

'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી

કેરલના આ મંત્રીને મળી Tata Sierra ની પ્રથમ ડિલીવરી, VIDEO આવ્યો સામે 

Embed widget