શોધખોળ કરો

Test: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2000 ટેસ્ટ રન બનાવનારો ચોથો ભારતીય બન્યો પુજારા, જાણો આ લિસ્ટમાં કોણ-કોણ છે સામેલ

ચેતેશ્વર પુજારાને ઓસ્ટ્રેલિયા વિરુ્દ્ધ આ મોટો આંકડો પાર કરવા માટે 24 મેચોની 43 ઇનિંગો લાગી હતી.

IND vs AUS 4th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) ની વચ્ચે અમદાવાદમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પુજારાએ (Cheteshwar Pujara)એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. આ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની પહેલી ઇનિંગમાં 9 રન બનાવતાની સાથે જ પુજારાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે હજાર ટેસ્ટ રન પુરા કરી લીધા છે. આવુ કરનારો તે ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે. 

ચેતેશ્વર પુજારાને ઓસ્ટ્રેલિયા વિરુ્દ્ધ આ મોટો આંકડો પાર કરવા માટે 24 મેચોની 43 ઇનિંગો લાગી હતી. આ દરમિયાન તેને કાંગારુઓ વિરુદ્ધ 5 સદી અને 11 ફિફ્ટી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા વિરુ્દ્ધ તેની બેટિંગ એવરેજ 50+ ની રહી છે. 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનારો ભારતીય બેટ્સમેન સચીન તેંદુલકર છે, સચીનના ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન ફટકાર્યા છે. સચીને કાંગારુઓ વિરુદ્ધ 39 મેચોની 74 ઇનિંગોમાં 55 ની બેટિંગ એવરેજથી 3630 રન બનાવ્યા છે. અહીં બીજા નંબરપર વીવીએસ લક્ષ્મણ છે, જેને 29 ટેસ્ટ મેચોની 54 ઇનિંગોમાં  49.67 ની એવરેજથી 2434 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર રાહુલ દ્રવિડનુ નામ આવે છે, રાહુલ દ્રવિડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 32 ટેસ્ટ મેચોની 60 ઇનિંગોમાં 2143 રન બનાવ્યા છે. 

અહીં ખાસ વાત એ છે કે, સચિને 42, લક્ષ્મણે 41 અને પુજારાએ 43 ઇનિંગોમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2000 રનનો આંકડો પાર કર્યો છે. રાહુલ દ્રવિડને આ આંકડો પાર કરવા માટે 53 ઇનિંગો લાગી હતી. 

Ind vs Aus Test: પુજારાની કેપ્ટનશીપની કમાલ, ઉસ્માન ખ્વાઝાને બેવડી પહેલી જ પેવેલિયન મોકલ્યો, જાણો શું અજમાવ્યો દાવ

ખાસ વાત છે કે, બીજા દિવસની રમત દરમિયાન ભારતીય ટીમ પર દબાણ વધી રહ્યું હતુ, કાંગારુ ટીમે મોટો સ્કૉર બનાવી ચૂકી હતી, અને તેને વધતો અટકાવવા માટે દરેક પ્રકારના હથકંડા અજમાવવામા આવી રહ્યાં હતા, પરંતુ ઓપનર ઉસ્માન ખ્વાઝા એક બાજુ અડીખમ ટકીને મેચને આગળ લઇ જઇ રહ્યો હતો. આ દરમિયાન ચેતેશ્વર પુજારા દ્વારા કમાલની કેપ્ટનશીપ જોવા મળી હતી. 

ખરેખરમાં, બીજા દિવસની રમતમાં ટી બ્રેક બાદ ત્રીજા સેશનમાં જ્યારે રમત શરૂ થઇ તે સમયે રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા મેદાન પર ન હતો આવ્યો, તેના બદલે ટીમ ઇન્ડિયાની કમાન અનુભવી ખેલાડી ચેતેશ્વર પુજારા સંભાળી રહ્યો હતો, જોકે, આ સમયે પુજારાએ ટી બ્રેક બાદ સ્ટાર સ્પીનર અક્ષર પટેલને બૉલ સોંપ્યો અને અક્ષરે પુજારાના કહ્યાં પ્રમાણે બૉલિંગ કરતાં જ ક્રિઝ પર ટકી ગયેલા ઉસ્માન ખ્વાઝાને પેવેલિયન જવુ પડ્યુ હતુ. 

147મી ઓવરના પહેલા જ બૉલ પર અક્ષર પટેલે ઉસ્માન ખ્વાઝાને એલબીડબ્યૂલ આઉટ કરાવી દીધો હતો, જોકે, આ મામલો ડીઆરએસ સુધી પહોંચ્યો અને બાદમાં ઉસ્માન ખ્વાઝાને પેવેલિયન જવુ પડ્યુ હતુ. ઉસ્માન ખ્વાઝાએ સારી બેટિંગ કરતાં 422 બૉલની અડીખમ ઇનિંગ રમી હતી, આ દરમિયાન તેને 21 ચોગ્ગા સાથે 180 રનોનો વિશાળ અંગત સ્કૉર પણ કર્યો હતો. જોકે, પુજારાની ચાલાકી ભરેલી કેપ્ટનશીપ સામે તે બેવડી સદી ચૂકી ગયો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
IMD Weather Alert: દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદને લઈ હાઈ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
IMD Weather Alert: દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદને લઈ હાઈ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
ઈન્ડિયા ગઠબંધનનો ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી, બાલકૃષ્ણ સુદર્શન રેડ્ડી પર પસંદગીની મહોર
ઈન્ડિયા ગઠબંધનનો ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી, બાલકૃષ્ણ સુદર્શન રેડ્ડી પર પસંદગીની મહોર
Gujarat Rain Forecast: રાજ્યના આ 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ
Advertisement

વિડિઓઝ

Gujarat Rains Forecast: 21 ઓગસ્ટ રાજ્યમાં સર્જાશે મેઘતાંડવ, હવામાન વિભાગે કરી અતિભારે વરસાદની આગાહી
Junagadh Rains : જૂનાગઢના માંગરોળ અને માળિયા હાટીનામાં મેઘમહેર, માંગરોળ-કેશોર રોડ પર ભરાયા પાણી
PM Modi Gujarat visits News: પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને લઈને સૌથી મોટા સમાચાર
INDIA alliance’s Vice President nominee : ઈન્ડિયા ગઠબંધનનો ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી
Mumbai Heavy Rain: મુંબઈમાં આભ ફાટ્યું, સતત બીજા દિવસે જળબંબાકાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
IMD Weather Alert: દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદને લઈ હાઈ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
IMD Weather Alert: દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદને લઈ હાઈ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
ઈન્ડિયા ગઠબંધનનો ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી, બાલકૃષ્ણ સુદર્શન રેડ્ડી પર પસંદગીની મહોર
ઈન્ડિયા ગઠબંધનનો ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી, બાલકૃષ્ણ સુદર્શન રેડ્ડી પર પસંદગીની મહોર
Gujarat Rain Forecast: રાજ્યના આ 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ
Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Indian Railway Rule: ટ્રેનમાં એરલાઈન્સ જેવો નિયમ લાગુ, લિમિટ કરતા વધુ સામાન હશે તો ફટકારાશે દંડ
Indian Railway Rule: ટ્રેનમાં એરલાઈન્સ જેવો નિયમ લાગુ, લિમિટ કરતા વધુ સામાન હશે તો ફટકારાશે દંડ
મુંબઇમાં ધોધમાર વરસાદ, લોકલ ટ્રેન પ્રભાવિત, સિંધુદુર્ગના આ રસ્તાઓ અને હાઇવે બંધ, મહારાષ્ટ્રમાં 12નાં મોત
મુંબઇમાં ધોધમાર વરસાદ, લોકલ ટ્રેન પ્રભાવિત, સિંધુદુર્ગના આ રસ્તાઓ અને હાઇવે બંધ, મહારાષ્ટ્રમાં 12નાં મોત
Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, નદી-નાળા છલકાયા
Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, નદી-નાળા છલકાયા
Embed widget